AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujararti Video: મહેસાણા વિસનગર તાલુકા પંચાયતમાં કોંગ્રેસને ઝટકો, તાલુકા પંચાયતના એક માત્ર મહિલા સભ્ય પણ ભાજપમાં જોડાયા

Gujararti Video: મહેસાણા વિસનગર તાલુકા પંચાયતમાં કોંગ્રેસને ઝટકો, તાલુકા પંચાયતના એક માત્ર મહિલા સભ્ય પણ ભાજપમાં જોડાયા

Manish Mistri
| Edited By: | Updated on: Sep 10, 2023 | 12:26 AM
Share

Mehsana: વિસનગર તાલુકા પંચાયતમાં કોંગ્રેસને મૂંહકી ખાવાનો વારો આવ્યો છે. તાલુકા પંચાયતમાં કોંગ્રેસે જીતેલી બાજી ગુમાવવી પડી છે. તાલુકા પંચાયતના એકમાત્ર મહિલા સભ્ય પણ ભાજપમાં જોડાઈ જતા તાલુકા પંચાયત પર ભાજપનું કમળ ફરી વળ્યુ છે, હવે કોંગ્રેસ પાસે માત્ર ત્રણ જ સભ્યો બચ્યા છે.

Mehsana: મહેસાણાની વિસનગર તાલુકા પંચાયતમાં પણ કંઇક આવો જ ખેલ જોવા મળ્યો. ભાજપ પાસે અનુસૂચિત જાતિના મહિલા સભ્યની ખોટ હતી, બહુમતિ છતાં કોંગ્રેસના પ્રમુખ બને તેવી પ્રબળ શક્યતા હતી પરંતુ ભાજપ નહોતું ઇચ્છતું કે કોંગ્રેસનો પ્રમુખ બને. આખરે આરોગ્યપ્રધાન એક્શનમાં આવ્યા અને ઋષિકેશ પટેલે એવો તો ખેલ પાડ્યો કે, એક પછી એક કોંગ્રેસની ત્રણ વિકેટો ખેરવી નાખી અને ત્રણેય કોંગ્રેસના સભ્યોએ કેસરિયા કર્યા. પહેલા કોંગ્રેસના સભ્ય ભરત ચૌધરી, પછી રણજીતસિંહ ઠાકોર અને ત્યારબાદ કોંગ્રેસના એકમાત્ર અનુસૂચિત જાતિના મહિલા સભ્ય પુષ્પા વણકરે પણ કેસરિયા કરી દીધા. એટલે કે એક કાંકરે બે નહીં, સીધા ત્રણ શિકાર. તાલુકા પંચાયતમાં ભાજપનું સંખ્યાબળ તો વધ્યુ જ, સાથે જ અનુસૂચિત જાતિના મહિલા સભ્ય પણ મળ્યા અને મળી ગયા તાલુકા પંચાયતમાં ભાજપના પ્રમુખ.

આ પણ વાંચો: Ahmedabad: લોકસભા પૂર્વે ગુજરાતમાં કોંગ્રેસને મજબુત કરવા કવાયત, પ્રદેશ પ્રભારીએ એક મહિનામાં સંગઠનમાં નિમણૂકો પૂર્ણ કરવા આપ્યો આદેશ

વિસનગર તાલુકા પંચાયતમાં ભાજપનું કમળ ફરી વળ્યુ

એટલે કે હવે વિસનગર તાલુકા પંચાયત પર કોંગ્રેસ કબજો જમાવે તે પહેલા જ ભાજપનું કમળ ફરી વળ્યું. તાલુકા પંચાયતમાં થઇ ગયા કેસરિયા. ભાજપે ચૂંટણી પહેલા જ સત્તા છીનવી લીધી અને કોંગ્રેસનો હાથ રહી ગયો ખાલી. કોંગ્રેસ પાસે હવે માત્ર 3 સભ્યો જ બચ્યા છે. જ્યારે આમ આદમી પાર્ટી પાસે એક સભ્ય છે. હવે આ રણનીતિને ચાણક્ય નીતિ કહો કે પછી રાજકીય ખેલ. પરંતુ સત્તા માટે ભાજપનો ખેલ કોંગ્રેસ ન સમજી શક્યું અને જીતેલી બાજી કોંગ્રેસે સગા હાથે ગુમાવવી પડી.

 મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

 

g clip-path="url(#clip0_868_265)">