Vadodara: સાવલીમાં ફટાકડાના વેપારીને ત્યાં GST વિભાગના દરોડા, મોટી કર ચોરી ઝડપાવાના મળ્યા સંકેત, જુઓ Video
નવરાત્રીનો (Navratri 2023) પર્વ પૂર્ણ થયો છે અને હવે દિવાળીનો (Diwali 2023) પર્વ નજીક જ છે. ત્યારે ફટાકડાનું (fireworks) વેચાણ પણ શરુ થઇ ગયુ છે. જો કે બીજી તરફ વડોદરાના સાવલીમાં ફટાકડાના વેપારીને ત્યાં GST વિભાગે દરોડા પાડ્યા છે. રાકેશ ફટાકડાની ઓફિસ પર GST વિભાગે દરોડા પાડતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.
Vadodara : નવરાત્રીનો (Navratri 2023) પર્વ પૂર્ણ થયો છે અને હવે દિવાળીનો (Diwali 2023) પર્વ નજીક જ છે. ત્યારે ફટાકડાનું (fireworks) વેચાણ પણ શરુ થઇ ગયુ છે. જો કે બીજી તરફ વડોદરાના સાવલીમાં ફટાકડાના વેપારીને ત્યાં GST વિભાગે દરોડા પાડ્યા છે. રાકેશ ફટાકડાની ઓફિસ પર GST વિભાગે દરોડા પાડતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.
આ પણ વાંચો- Ahmedabad: દશેરાને લઈ ફાફડા-જલેબી ખરીદવા ફરસાણની દુકાનોમાં લાગી લોકોની લાંબી લાઇન, જુઓ Video
વડોદરાના સાવલીમાં ફટાકડાના વેપારીને ત્યાં GST વિભાગે સર્ચ ઓપરેશન શરુ કર્યુ છે. ઓફિસ તેમજ અલગ અલગ ગોડાઉનમાં સર્ચ હાથ ધરવામાં આવ્યુ છે. રાકેશ ક્રેકર્સ ગુજરાતના નામાંકિત ફટાકડાના વેપારીને ત્યાં તપાસ શરુ કરવામાં આવી છે. દરોડામાં મોટા પ્રમાણમાં કર ચોરી ઝડપાવાના સંકેતો મળી રહ્યા છે. GST વિભાગની ટીમનું સર્ચ ઓપરેશન હજુ પણ યથાવત છે. તપાસ પૂર્ણ થયા બાદ બેનામી વ્યવહારોનો હિસાબ મળે તેવી શક્યતા છે.
વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
