Gujarat Board 12th Science Result 2025 : વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં મોરબી જિલ્લો મોખરે, સૌથી ઓછુ દાહોદ જિલ્લાનું આવ્યું પરિણામ, જુઓ Video
ધોરણ 12 ગુજરાત બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થઇ ગયુ છે. સામાન્ય પ્રવાહનું પરિણામ 83.51 ટકા આવ્યુ છે. સૌથી વધુ 96.60 ટકા પરિણામ ગોંડલ કેન્દ્રનું આવ્યું છે. જ્યારે સૌથી ઓછું 54.48 ટકા પરિણામ દાહોદ કેન્દ્રનું આવ્યું છે.
ધોરણ 12 ગુજરાત બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થઇ ગયુ છે. સામાન્ય પ્રવાહનું પરિણામ 83.51 ટકા આવ્યુ છે. સૌથી વધુ 96.60 ટકા પરિણામ ગોંડલ કેન્દ્રનું આવ્યું છે. જ્યારે સૌથી ઓછું 54.48 ટકા પરિણામ દાહોદ કેન્દ્રનું આવ્યું છે. આ ઉપરાંત સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો મોરબી છે. જેનું પરિણામ 92.91 ટકા જાહેર થયું છે. તેમજ સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો દાહોદ છે. જેનું પરિણામ 59.15 ટકા આવ્યું છે.
AB ગ્રુપનું પરિણામ 73.68 ટકા જાહેર
સાયન્સ પ્રવાહમાં 194 સ્કૂલો 100 ટકા પરિણામ મેળવ્યું છે. 34 સ્કૂલોએ 10 ટકા કરતાં ઓછુ પરિણામ મેળવ્યું છે. 831 વિદ્યાર્થીઓએ એવન ગ્રેડ મેળવ્યો છે. 8093 વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ મેળવ્યો છે. A ગ્રુપનું પરિણામ 91.90 ટકા છે. B ગ્રુપનું પરિણામ 78.74 ટકા પરિણામ મેળવ્યું છે. AB ગ્રુપનું પરિણામ 73.68 ટકા જાહેર થયું છે.
વિદ્યાર્થીઓના માધ્યમ-વાઇઝ પરિણાની વાત કરીએ તો ગુજરાતી માધ્યમનું પરિણામ 83.77% અને અંગ્રેજી માધ્યમનું પરિણામ 83.49% રહ્યું છે. ગ્રુપ-વાઇઝ પરિણામોમાં A ગ્રુપનું પરિણામ 91.90% અને B ગ્રુપનું પરિણામ 78.72% રહ્યું છે. આ પરિણામો GSEB ની વેબસાઇટ પર જોઈ શકાશે.