રાજ્યમાં નવી શિક્ષણ નીતિને લઇને સરકારની કવાયત, સૂચનો માટે બનાવેલી કમિટીમાં ભલામણોનો સ્વીકાર

રાજ્યમાં નવી શિક્ષણ નીતિને લઇને સરકારની કવાયત, સૂચનો માટે બનાવેલી કમિટીમાં ભલામણોનો સ્વીકાર

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 21, 2022 | 2:49 PM

નવી શિક્ષણનીતિ મામલે ટીવી નાઈનની ટીમે GTUના કુલપતિ અને સમિતિના અધ્યક્ષ નવીન શેઠ સાથે વાત કરી અને જાણવાનો પ્રયાસ કર્યો કે, નવી શિક્ષણનીતિમાં શું ફેરફાર આવશે. તેમણે જણાવ્યુ હતુ કે જૂની શિક્ષણ નીતિ કરતા અનેક ફેરફારો નવી શિક્ષણનીતિમાં તમને જોવા મળશે.

રાજ્યમાં નવી શિક્ષણ નીતિ (New education policy)ને લઈને સરકારે કવાયત શરૂ કરી છે. આ માટે સરકારે એક કમિટી (Committee) બનાવી હતી. આ શિણનીતિના સૂચનો માટે આ કમિટીની રચના કરવામાં આવી હતી. સૂચનો માટે બનાવેલી આ કમિટીની ભલામણોનો સ્વીકાર કરવામાં આવ્યો છે.

નવી શિક્ષણનીતિ મામલે ટીવી નાઈનની ટીમે GTUના કુલપતિ અને સમિતિના અધ્યક્ષ નવીન શેઠ સાથે વાત કરી અને જાણવાનો પ્રયાસ કર્યો કે, નવી શિક્ષણનીતિમાં શું ફેરફાર આવશે. તેમણે જણાવ્યુ હતુ કે જૂની શિક્ષણ નીતિ કરતા અનેક ફેરફારો નવી શિક્ષણનીતિમાં તમને જોવા મળશે. સેનેટની જગ્યાએ ગવર્નર બોડી અસ્તિત્વમાં આવશે સાથે જ એક સરખો અભ્યાસક્રમ જોવા મળશે. નવી શિક્ષણ નીતિ અંતર્ગત આગામી સમયમાં સ્નાતક ડિગ્રીના વિદ્યાર્થીઓ સ્ટ્રીમ બદલી શક્શે. આગામી સમયમાં નવી શિક્ષણ નીતિના કારણે ગુજરાતમાં શિક્ષણનું માળખુ વધુ મજબુત બનશે.

મહત્વનું છે કે જુલાઇ 2020માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કૅબિનેટની બેઠકમાં નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિને મંજૂરી આપી દેવાઈ હતી. નવી શિક્ષણનીતિ અનુસાર પ્રવર્તમાન શૈક્ષણિક માળખામાં અસંખ્ય પરિવર્તનો સૂચવવામાં આવ્યાં છે. આ નીતિ અંતર્ગત શાળાશિક્ષણની સાથે ઉચ્ચશિક્ષણ ક્ષેત્રે પણ ઘણા ફેરફારો સૂચવવામાં આવ્યા છે.

નવી શિક્ષણ પદ્ધતિ 10+2ની પદ્ધતિ ઉપર નહીં, પરંતુ 5+3+3+4ની ઉપર આધારિત હશે. એમ.ફીલ. (માસ્ટર ઑફ ફિલૉસૉફી)નો અભ્યાસ બંધ થશે. વર્ષ 2035 સુધીમાં ગ્રોસ ઍનરોલમૅન્ટ રેશિયો 50 ટકા ઉપર લઈ જવાશે. સ્વાયત્તતા, શિક્ષણ તથા નાણાકીય સ્વતંત્રતાના આધારે શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવશે.રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં નેશનલ ઍજ્યુકેશનલ ટેકનૉલૉજી ફોરમની સ્થાપના કરવાનું સૂચન કરાયું છે. વિકલાંગો ફ્રેન્ડલી સોફ્ટવૅર તૈયાર કરાવવાની જાહેરાત કરાઈ છે.

આ પણ વાંચો-

Scam 2017 : મહેસાણાના ત્રણ શખ્સોને SEBIની નોટિસ, કરોડો રૂપિયા સીઝ કરાયા

આ પણ વાંચો-

પાટણમાં ખાતરની તંગી સર્જાતા ખેડૂતોમાં રોષ, ખાતર ડેપો 2 દિવસથી બંધ રહેતા નારાજગી

g clip-path="url(#clip0_868_265)">