AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM મોદીએ મારી બાજી: વિશ્વના ‘સૌથી લોકપ્રિય’ નેતાઓની યાદીમાં PM મોદી ટોચ પર, યુએસ પ્રમુખને છોડ્યા પાછળ

જાન્યુઆરી 2022ના રેટિંગ અનુસાર, સરેરાશ ભારતીય વસ્તીના 71 ટકા લોકોએ પીએમ મોદીને પસંદ કર્યા હતા, જ્યારે માત્ર 21 ટકા લોકોએ તેમને નાપસંદ કર્યા હતા.

PM મોદીએ મારી બાજી: વિશ્વના 'સૌથી લોકપ્રિય' નેતાઓની યાદીમાં PM મોદી ટોચ પર, યુએસ પ્રમુખને છોડ્યા પાછળ
PM Narendra Modi (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 21, 2022 | 1:57 PM
Share

Global Approval Rating: વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 71 ટકા એપ્રુવલ રેટિંગ સાથે ‘સૌથી લોકપ્રિય’ વિશ્વ નેતાઓની યાદીમાં ટોચ પર છે. મોર્નિંગ કન્સલ્ટ પોલિટિકલ ઈન્ટેલિજન્સ દ્વારા જાહેર કરાયેલ વૈશ્વિક એપ્રુવલ રેટિંગ અનુસાર પીએમ મોદીએ યુએસ પ્રેસિડેન્ટ જો બાઈડન, યુકેના PM બોરિસ જોન્સન (PM Boris Johnson) અને અન્ય ઘણી રાજકીય હસ્તીઓને પાછળ છોડીને આ મુકામ હાંસલ કર્યુ છે. તમને જણાવી દઈએ કે મોર્નિંગ કન્સલ્ટ પોલિટિકલ ઈન્ટેલિજન્સ દ્વારા ’13થી 19 જાન્યુઆરી દરમિયાન લેટેસ્ટ એપ્રુવલ રેટિંગ’ હાથ ધરવામાં આવ્યુ હતુ.

ઉલ્લેખનીય છે કે એપ્રવુલ રેટિંગ દરેક દેશમાં સાત દિવસ ચાલે છે. આ પહેલીવાર નથી જ્યારે પીએમ મોદીને સૌથી લોકપ્રિય નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હોય. મે 2020માં તે 84 ટકા લોકપ્રિયતા સાથે આ યાદીમાં ટોચ પર હતા. જો કે મે 2021માં આ રેટિંગ ઘટીને 63 ટકા થઈ ગયુ હતુ. સપ્ટેમ્બર 2021માં પીએમ મોદીને ફરીથી સૌથી વધુ લોકપ્રિય વૈશ્વિક નેતાનો દરજ્જો મળ્યો હતો.

આ નેતાઓને PM મોદીએ પાછળ છોડ્યા

નવા મોટા વૈશ્વિક નેતાઓમાં મેક્સીકન રાષ્ટ્રપતિ લોપેઝ ઓબ્રાડોર 66 ટકા અપ્રુવલ રેટિંગ સાથે બીજા સ્થાને હતા. તમને જણાવવુ રહ્યુ કે, લોકપ્રિયતાના ગ્રાફમાં ઈટાલિયન વડાપ્રધાન મારિયો ડ્રેગી, જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ, યુએસ પ્રમુખ જો બાઈડન સહિત ઘણા મોટા નેતાઓને PM મોદીએ પાછળ છોડી દીધા છે. ઈટાલીના વડાપ્રધાન મારિયો ડ્રેગીને 60 ટકા એપ્રુવલ રેટિંગ મળ્યુ છે.

નવેમ્બર 2021થી તેનું રેટિંગ 2 ટકા વધ્યું. જ્યારે US રાષ્ટ્રપતિ જો બાઈડનને 43 ટકા મત મળ્યા હતા, બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો, ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન અને યુકેના પીએમ જોહ્ન્સનને 37 ટકા, 34 ટકા અને 26 ટકાના રેટિંગ સાથે સૌથી ઓછા લોકપ્રિય નેતાઓ રહ્યા છે.

PM મોદીના એપ્રુવલ રેટિંગમાં વધારો

જાન્યુઆરી 2022ના રેટિંગ અનુસાર સરેરાશ ભારતીય વસ્તીના 71 ટકા લોકોએ પીએમ મોદીને પસંદ કર્યા છે, જ્યારે માત્ર 21 ટકા લોકોએ તેમને નાપસંદ કર્યા હતા.જો યુએસ પ્રમુખ જો બાઈડનની વાત કરીએ તો તેમને લગભગ 49 ટકા અમેરિકન વસ્તીએ નાપસંદ કર્યા છે.

આ પણ વાંચો : PM મોદી સોમનાથ મંદિર પાસે બનેલા સર્કિટ હાઉસનું આજે કરશે વર્ચ્યુઅલી ઉદ્ઘાટન, ઘણી સુવિધાઓથી છે સજ્જ

આ પણ વાંચો : Corona Update: દેશમાં કોરોનાના કેસ રોકેટ ગતિએ વધ્યા, સતત બીજા દિવસે 3 લાખથી વધુ કેસ, એક્ટિવ કેસની સંખ્યા 20 લાખને પાર પહોંચી

g clip-path="url(#clip0_868_265)">