Scam 2017 : મહેસાણાના ત્રણ શખ્સોને SEBIની નોટિસ, કરોડો રૂપિયા સીઝ કરાયા
સેબીએ કરેલ કાર્યવાહીની વિગતો જોઈએ તો, મહેસાણાના હિમાંશુ પટેલ, રાજ પટેલ અને અમદાવાદના જયદેવ ઝાલા નામના શખ્સોએ સોશિયલ મીડિયામાં "બુલ રન -2017 " અને " બુલ રન ઇન્વેસ્ટમેન્ટ એજ્યુકેશનલ ચેનલ" નામની ટેલીગ્રામ ચેનલ ચલાવતા હતા.
મહેસાણામાં 1992 હર્ષદ મહેતા સ્કેમની જેમ જ કરોડોની કમાણીનો ઘટસ્ફોટ
1992 હર્ષદ મહેતા સ્કેમના જેમ મહેસાણામાં(Mehsana) સ્કેમ 2017 (Scam 2017 )સામે આવ્યું છે. જેમ હર્ષદ મહેતા (Harshad Mehta)તેમની સાથે જોડાયેલા લોકોને શેર બજારની (Stock market)ટિપ્સ આપીને કરોડોની કમાણી કરેલી. તેવી જ રીતે ગેરકાયદેસર કરોડો રૂપિયા ફેરવી મહેસાણાના બે શખ્શો ગોરખધંધો ચલાવી રહ્યા હતા. જે શખ્સોને સેબીએ (SEBI) નોટિસ પાઠવીને ગેરકાયદેસર કમાયેલા રૂ.2.84 કરોડ સીઝ કરી દેવાયા છે.
સેબીએ કરેલ કાર્યવાહીની વિગતો જોઈએ તો, મહેસાણાના હિમાંશુ પટેલ, રાજ પટેલ અને અમદાવાદના જયદેવ ઝાલા નામના શખ્સોએ સોશિયલ મીડિયામાં “બુલ રન -2017 ” અને ” બુલ રન ઇન્વેસ્ટમેન્ટ એજ્યુકેશનલ ચેનલ” નામની ટેલીગ્રામ ચેનલ ચલાવતા હતા. જેનું સેબીનુ કોઈપણ જાતનું રજીસ્ટ્રેશન હતું જ નહી. એટલે કે, સેબીના રજીસ્ટ્રેશન વગર જ આ શખ્સો સેબીના રિસર્ચ એનાલિસ્ટ અને શેરબજારનો વર્ષોનો અનુભવ હોવાનું જણાવી તેમની સાથે જોડાયેલા લોકોને ટિપ્સ આપતા હતા. આ શખ્શો શેરના ભાવ અંગે તેમના સબ્સ્ક્રાઇબર્સને ટિપ્સ આપતા રહેતા હતા. તેવી સેબીને ફરિયાદ મળી હતી જે આધારે સેબીએ કાર્યવાહી કરી આ લોકોને નોટિસ પાઠવી છે.
“49,000 કરતા વધુ હતા સબસ્ક્રાઇબર્સને આપતા હતા ટિપ્સ”
મહેસાણાનો હિમાંશુ મહેન્દ્રભાઈ પટેલ, રાજ મહેન્દ્રભાઈ પટેલ અને અમદાવાદનો ઝાલા જયદેવ દ્વારા ટેલીગ્રામ ચેનલ મારફતે 49,000 કરતા વધુ સબસ્ક્રાઇબર્સને શેરબજારની ટિપ્સ અપાતી હતી. અને ગેરકાયદેસર કમાણી કરી નફો કરતા હતા. એક માહિતી મુજબ આ શખ્શો સોશિયલ મીડિયાની ચેનલ દ્વારા સ્મોલ કેપ કંપનીમાંથી બલ્કમાં શેરની ખરીદી કરી બાદમાં તેવી સ્ક્રિપ્સમાં ભાવ વધારો થઈ શકે તેવો મેસેજ કરીને પોતાના ખરીદેલા શેરોનું વેચાણ કરી દેતા હતા. એટલે કે પોતાની સાથે જોડાયેલા સબ્સ્ક્રાઇબર્સને મેસેજ કરીને સ્ટોકના ભાવને અસર કરતા હોવાની ફરીયાદો સેબીને મળી હતી. જેની તપાસમાં આ પ્રકારની મોડસ ઓપરેન્ડી ખુલતા સેબી એ વચગાળાનો ઓર્ડર કર્યો હતો.
– “સેબીની સ્કેમ આચરનાર શખ્સોને નોટિસ “
આ ત્રણેય શખ્શોની આ પ્રકારની મોડસ ઓપરેન્ડી સામે આવતા મુંબઈની સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાએ હિમાંશુ પટેલ, રાજ પટેલ અને જયદેવ ઝાલાને નોટિસ આપીને વચગાળાનો ઓર્ડર કર્યો છે. અને તેમના સંયુક્ત બેંક ખાતામાં પડેલ રૂ.2.84 કરોડ સીઝ કરાયા છે. અને છેલ્લો ચુકાદો ન આવે ત્યાં સુધી એક્ષચેન્જમાં શેરના ખરીદ વેચાણ અને સોદા કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. સેબીએ કુલ 37 પાનાની નોટિસ પાઠવી છે .
(સેબી નોટિસ)
આ પણ વાંચો : પાટણમાં ખાતરની તંગી સર્જાતા ખેડૂતોમાં રોષ, ખાતર ડેપો 2 દિવસથી બંધ રહેતા નારાજગી
આ પણ વાંચો : ICMRની મંજૂરી મળતા LG હોસ્પિટલમાં RTPCR લેબોરેટરી શરૂ, રોજ 1200 જેટલા કોરોના ટેસ્ટ થશે