ભાવનગરમાં ડાયરામાં રૂપિયા કે ડોલર નહીં પરંતુ સોના-ચાંદીની નોટોનો થયો વરસાદ- જુઓ Video
ગુજરાતમાં અને તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ડાયરાને લોકો વધુ પસંદ કરે છે. આ ડાયરાના કાલકારોએ આપણા લોકસાહિત્યને તેમની કલા થકી જીવંત રાખ્યુ છે. ત્યારે લોકો પણ આ કલાકારોની કદર કરવાનું ચુક્તા નથી. કલાકારોની આવી જ અનોખી કદર ભાવનગરમાં બાવળિયારી ઠાકર ધામમાં યોજાયેલા ભવ્ય લોકડાયરામાં જોવા મળી. જ્યારે ડાયરાના કલાકારો પર રૂપિયા કે ડોલરનો નહીં પરંતુ સોના-ચાદીની નોટોનો વરસાદ થયો.
ભાવનગરમાં ડાયરામાં રૂપિયા કે ડોલર નહીં સોના-ચાંદીની નોટો ઉડી. આ સાંભળી તમે ચોકક્સથી આશ્ચર્યમાં મુકાઈ ગયા હશો.પરતું, આ સત્ય છે. એમ તો ગુજરાતના ડાયરામાં રૂપિયા અને ડોલરનો વરસાદ તો મામૂલી વાત છે પરતું આ વખતે ભાવનગરમાં બાવળિયારી ઠાકર ધામ ખાતે યોજાયેલ ભવ્ય લોક ડાયરોમાં રૂપિયા અને ડોલરની સાથે સોનાની લગડી, સોનાની નોટ, ચાંદીની નોટો, મલેશિયન નોટોનો ભવ્યાતિભવ્ય વરસાદ જોવા મળ્યો. ખરેખર ગુજરાતમાં ડાયરાનું સ્તર ક્યાં જઈને પહોંચ્યું છે તેનો અંદાજો તમે આ દ્રશ્યો પરથી જ લગાવી શકો છો.
જુઓ વીડિયો
બાવળિયારી ઠાકર ધામમાં યોજાયો ડાયરો, લગડીનો વરસાદ#Bhavnagar #Gujarat #TV9News #TV9Gujarati pic.twitter.com/icnjGYRNjC
— Tv9 Gujarati (@tv9gujarati) March 20, 2025
એક સમયે રૂપિયાનો વરસાદ થવો મામૂલી વાત હતી પરતું હવે સોનાની લગડીઓ, સોનાની નોટોનો વરસાદ થઈ રહ્યો છો.બાવળિયારી ઠાકર ધામમાં યાજાયેલ ભવ્ય લોક ડાયરામાં રાજભા ગઢવી, ગીતા રબારી, રાજ ગઢવી અને જીગ્નેશ ગઢવી જેવા કાલાકારોએ રમઝટ બોલાવી હતી. સમસ્ત ભરવાડ સમાજના આસ્થાના પ્રતીક સ્થાન એવા બાવળિયારી ઠાકર ધામમાં હાલ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે.