Gandhinagar : GMERSના ડીને વિદ્યાર્થિનીઓ માટે જાહેર કર્યો પરિપત્ર, મહિલા તબીબે એકાંત જગ્યા પર ન રહેવા આપી સૂચના, જુઓ Video
દેશભરમાં કોલકાતા દુષ્કર્મ અને હત્યાના કેસને લઈને હડતાળ થઈ રહી છે. ત્યારે ગુજરાતના ગાંધીનગર ખાતે આવેલી GMERS મેડિકલ કોલેજ દ્વારા મહિલા તબીબો અને વિદ્યાર્થીઓને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે.
Gandhinagar : કોલકાતા દુષ્કર્મ અને હત્યાના કેસના પડઘા દેશભરમાં પડી રહ્યાં છે. દેશભરમાં આ ઘટનાને લઈને હડતાળ થઈ રહી છે. ત્યારે ગુજરાતના ગાંધીનગર ખાતે આવેલી GMERS મેડિકલ કોલેજ દ્વારા મહિલા તબીબો અને વિદ્યાર્થીઓને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે. ગાંધીનગર GMERSના ડીને વિદ્યાર્થિનીઓ માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.
GMERSના ડીને વિદ્યાર્થિનીઓ માટે જાહેર કર્યો પરિપત્ર
મહિલા તબીબો અને વિદ્યાર્થીઓને પોતાની સુરક્ષા અને સ્વરક્ષા માટે સચતે રહેવા માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીનીઓએ એકાંતમાં રહેવાના બદલે અન્ય પરિચિત મહિલા સાથે રહેવાની સૂચના આપવામાં આવી છે. મોડીરાત્રે બહાર જવાનું ટાળવા પણ સૂચના અપાઈ છે. હોસ્ટલ કે હોસ્પિટલમાં અજાણ્યા વ્યક્તિની અવરજવર હોય તો જાણ કરવા સૂચના આપવામાં આવી છે.
