Devbhumi Dwarka Video: ભાણવડના મોટા ગુંદા ગામે બાળકી કૂવામાં પડી, સારવાર દરમિયાન મોત નિપજ્યું

દેવભૂમિ દ્વારકામાં વાલીઓ માટે ચેતવણીરુપ કિસ્સો સામે આવ્યો છે. દેવભૂમિ દ્વારકાના ભાણવડના મોટા ગુંદા ગામમાં બાળકી કૂવામાં પડવાની ઘટના સામે આવી છે.મળતી માહિતી અનુસાર મોટા ગુંદા ગામની વાડી વિસ્તારના કૂવામાં 12 વર્ષની બાળકી પડી ગઈ હતી. ઘટનાની જાણ થતા તાત્કાલિક સ્થાનિક લોકો ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા.અને સ્થાનિક લોકોએ તાત્કાલિક બાળકીને કૂવામાંથી બહાર કાઢવાની કવાયત હાથ ધરી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 15, 2023 | 8:42 AM

Dwarka Video: દેવભૂમિ દ્વારકામાં વાલીઓ માટે ચેતવણીરુપ કિસ્સો સામે આવ્યો છે. દેવભૂમિ દ્વારકાના ભાણવડના મોટા ગુંદા ગામમાં બાળકી કૂવામાં પડવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર મોટા ગુંદા ગામની વાડી વિસ્તારના કૂવામાં 12 વર્ષની બાળકી પડી ગઈ હતી.

આ પણ વાંચો : Devbhumi Dwarka Video: ખંભાળિયાના કંડોરણા ગામે ખાનગી વીજ કંપની સામે ખેડૂતોનું ઉપવાસ આંદોલન, વીજલાઈન ઉભી કરવા આડેધડ બ્લાસ્ટ કરતા હોવાનો આરોપ

ઘટનાની જાણ થતા તાત્કાલિક સ્થાનિક લોકો ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને સ્થાનિક લોકોએ તાત્કાલિક બાળકીને કૂવામાંથી બહાર કાઢવાની કવાયત હાથ ધરી હતી. લોકો દ્વારા બાળકીને કૂવામાંથી બહાર કાઢતાની સાથે જ તાત્કાલિક બાળકીને ભાણવડ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ હોસ્પિટલના તબીબોએ બાળકીને મૃત જાહેર કરી હતી.

કંરબા ગામમાં કુવામાં ડૂબી જતા બે માસૂમ બાળકોના થયા હતા મોત

તો બીજી બાજુ દાહોદના કંરબા ગામમાં કુવામાં ડૂબી જતા બે માસૂમ બાળકોના મત્યુ થયુ હોવાની ઘટના બની હતી. જેમાં એક સાથે બે બાળકોના મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી હતી. બનાવની વાત કરીએ તો બે બાળકો કુવા પાસે આવેલી પાણીની ટાંકી પાસે રમી રહ્યા હતા. દરમિયાન બંને બાળકો કુવામાં પડી ગયા હતા. તેથી બંનેના ઘટના સ્થળે જ મોત થયા હતા.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">