Gir Somnath : તાલાલા ગીરમાં પીપળવા રોડ પર અસામાજીક તત્વોનો આતંક, જુઓ CCTV Video

Gir Somnath : તાલાલા ગીરમાં પીપળવા રોડ પર અસામાજીક તત્વોનો આતંક, જુઓ CCTV Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2023 | 10:28 PM

ગીર સોમનાથ ખાતે રોડ પર અસામાજીક તત્વોનો આતંક સામે આવ્યો છે. ટ્રેક્ટર ચાલક , વેપારી પર હુમલો કરી દુકાનો પર પથ્થરમારો કર્યો હોવાનું સામે આવ્યું છે. વેપારીઓના ટોળા તાલાલા પોલીસ મથકે એકઠા થયા અને કાર્યવાહીની માગ કરી હતી.

ગીર સોમનાથના તાલાલા ગીરમાં પીપળવા રોડ પર અસામાજીક તત્વોનો આતંક સામે આવ્યો છે. રસ્તા પર થી પસાર થતાં ટ્રેક્ટર ચાલકોને અવાર નવાર દાદગીરી બતાવીને માથાકૂટની અનેક વાર ઘટનાઓ સામે આવી છે. આ દરમ્યાન ટ્રેક્ટર ચાલક વેપારી પર હુમલો કરી આ રોડ રોમિયોએ દુકાનો પર પથ્થરમારો કર્યો હતો. જોકે આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ હતી.

આ પણ વાંચો : Gir Somnath: વેરાવળ સિટી સર્વે કચેરીના અધિકારીઓની કાર્યશૈલી સામે વકીલ મંડળે નોંધાવ્યો વિરોધ- Video

મહત્વનુ છે કે રસ્તા પર ટ્રેક્ટર રોકી ચાલક સાથે ઝઘડો કરતા આસપાસ રહેલા લોકોએ બે યુવકને અટકાવવા જતાં વેપારી પર પણ હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના થી ત્રાસી આ રીમયો વિરુદ્ધ ફરિયાદ લખવવા વેપારીઓના ટોળા તાલાલા પોલીસ મથકે એકઠા થયા. આ ઘટના બાદ વેપારીઓની બેઠક મળી જોકે ઘટનાના CCTV સામે આવતા તેને આધારે પોલીસ કાર્યવાહી કરવા માગ કરવામાં આવી હતી.

Input Credit- Yogesh Joshi- Gir Somnath

ગીર સોમનાથ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">