Gujarati Video: ભાવનગરના તળાજામાં અસામાજીક તત્વોનો આતંક, નજીવી બાબતે ઉશ્કેરાઈ હોસ્પિટલમાં કરી તોડફોડ, સમગ્ર ઘટના CCTVમાં કેદ
Bhavnagar: ભાવનગરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. હોસ્પિટલમાં દર્દીના સ્વજનને બહાર બેસવાનુ કહેતા અમાસાજિક તત્વો ઉશ્કેરાઈ ગયા અને હોસ્પિટલમાં તોડફોડ મચાવી હતી. આ ઘટનાના CCTV ફુટેજ પણ સામે આવ્યા છે.
રાજ્યમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. જૂદા જૂદા શહેરોમાંથી અસામાજિક તત્વોની દાદાગીરીના કિસ્સા સામે આવી રહ્યા છે. અમદાવાદ બાદ ભાવનગરમાં પણ અસામાજિક તત્વો બેફામ બન્યા છે. જેમા ત્રણ તોફાની તત્વોએ હોસ્પિટલમાં ઘુસી તોડફોડ કરી હતી. દર્દીના સંબંધીને ઈમરજન્સી રૂમની બહાર બેસવાનું કહેતા તોફાની તત્વો ઉશ્કેરાઈ ગયા અને હોસ્પિટલમાં તોડફોડ કરી હતી. હોસ્પીટલમાં તોડફોડના સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યા છે.
આ પણ વાંચો: Gujarati Video : બનાસકાંઠાના ડીસામાં અસામાજિક તત્વો બેફામ, 1.50 લાખના સોનાના દાગીનાની લૂંટ
અસામાજિક તત્વોના આતંકના સીસીટીવી આવ્યા સામે
સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે 3 અસામાજિક તત્વો હોસ્પિટલમાં ઘુસીને કોમ્પ્યુટર, મલ્ટી પેરામોનિટર અને દરવાજાના કાચ તોડ્યા હતા. સમગ્ર મામલે મેડિકલ ઓફિસરે તળાજા પોલીસ મથકમાં અસામાજિક તત્વો સામે ફરિયાદ નોંધાવી છે.
આ તરફ અમદાવાદ શહેરમાં પણ પોલીસનો કોઈ ડર ન હોય તેમ અસામાજિક તત્વો ખુલ્લેઆમ દાદાગીરી કરી રહ્યા છે. ત્યારે સાયન્સ સિટી વિસ્તારમાંથી અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. અસામાજિક તત્વોએ સામાન્ય બોલાચાલીમાં સુકન મોલમાં વેપારીને માર માર્યો હતો. વેપારીને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…