Gir Somnath: વેરાવળ સિટી સર્વે કચેરીના અધિકારીઓની કાર્યશૈલી સામે વકીલ મંડળે નોંધાવ્યો વિરોધ- Video
Gir Somnath: વેરાવળ સિટી સર્વે કચેરીના અધિકારીઓની કાર્યશૈલી સામે વકીલ મંડળે વિરોધ નોંધાવ્યો છે. ઈન્ચાર્જ શિરસ્તેદાર અધિકારીની કાર્યશૈલીથી અરજદારો ત્રાહિમામ છે. રેવન્યુ પ્રેકટિસ કરતા વકીલો દ્વારા સિટી સર્વે કચેરીનો બહિષ્કાર કરાયો છે.
Gir Somnath: વેરાવળ સિટી સર્વે કચેરીના અધિકારીઓની કાર્યશૈલી સામે વકીલ મંડળે વિરોધ નોંધાવ્યો છે. કચેરીના ઈન્ચાર્જ શિરસ્તેદાર અધિકારીની કાર્યશૈલીથી અરજદારો પરેશાન છે. રેવન્યુ પ્રેકટિસ કરતા વકીલો દ્વારા સિટી સર્વે કચેરીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. બાર એસોસિએશન મંડળે સિટી સર્વે કચેરીનો બહિષ્કાર કરવાનો ઠરાવ કર્યો છે. અધિકારીની મનમાનીથી કામો ટલ્લે ચડતા હોવાથી વકીલોમાં ભારે રોષ છે.
આ પણ વાંચો: Junagadh: દત્તાત્રેય શિખરની જગ્યા મામલે જૈન સમાજે સમાધાન કરવાની બતાવી તૈયારી- Video
વગ ધરાવતા બિલ્ડરોના કામ ત્વરીત કરે અને વકીલો અરજદારોને ધક્કા ખવડાવતા હોવાના આક્ષેપ કરાયા છે. બાર એસોસિએશને ઉચ્ચકક્ષાએ પત્ર પાઠવી અધિકારીની બદલી કરો અન્યથા જલદ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. ત્વરીત બદલી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
Input Credit- Yogesh Joshi- Gir Somnath
ગીર સોમનાથ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
નવસારીમાં બ્રિજનું કામ 7 વર્ષથી અધૂરું: 25 હજારથી વધુ લોકો પરેશાન
બહુચરાજી મંદિરનો કાયાકલ્પ: પ્રથમ તબક્કા માટે 80 કરોડ રૂપિયા ફાળવાયા
બાગેશ્વર ધામ વિવાદ: સુરત બજરંગ દળના પ્રમુખે વિજ્ઞાન જાથાને આપ્યો પડકાર
Panchmahal: કાલોલમાં વાવાઝોડા સાથે વરસાદ વરસતા 400 મણ કેરી ખરી ગઈ
