Gir Somnath : ઉના હાઈવે પાસે 2 સિંહણ 7 સિંહબાળ સાથે લટાર મારતી જોવા મળી, જુઓ Video
ગીર પંથકમાં ફરી એકવાર સિંહનો પરિવાર વિચરણ કરતો જોવા મળ્યો હતો. ગીર-સોમનાથ જિલ્લામાં કોડીનાર શહેર નજીક એક સ્ટેટ હાઈવે નજીક સાવજ પરિવારના દેખાવના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા.
ગીર પંથકમાં ફરી એકવાર સિંહનો પરિવાર વિચરણ કરતો જોવા મળ્યો હતો. ગીર-સોમનાથ જિલ્લામાં કોડીનાર શહેર નજીક એક સ્ટેટ હાઈવે નજીક સાવજ પરિવારના દેખાવના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. ગ્રામ્ય વિસ્તારમાં બે સિંહણ અને સાત સિંહબાળ એક સાથે રસ્તા પર નજરે પડ્યા છે.
કોડીનારના દેદાની દેવળી ગામ પાસેનો વીડિયો સામે આવ્યો છે. ઉના હાઈવેને જોડતા રોડ પર એક સાથે 9 સિંહ લટાર મારતા જોવા મળ્યા છે. સ્થાનિકોએ સિંહ પરિવારના દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ કર્યા છે. જો કે છેલ્લા 3 દિવસથી દેવળી ગામમાં સિંહ પરિવારે ધામા નાખ્યા છે. હાલમા સિંહ પરિવાર જે ગામમાં જોવા મળ્યો હતો તે દેવળી ગામ કોડીનાર શહેરથી માત્ર 2 કિમીના અંતરે આવેલું છે.
જામવાળા ગીર ગઢડામાં સિંહણની લટાર જોવા મળી
બીજી તરફ ગીર સોમનાથના ગીર ગઢડાથી પણ સિંહણોની લટારમારતા જોવા મળ્યા હતા. જેમાં એક બે નહીં પરંતુ ચાર સિંહણ રોડ પરથી પસાર થતાં જોવા મળી હતા. જામવાળા ગીર ગઢડા રોડ પર સિંહ ફરતા જોવા મળ્યા છે. ઉલ્લેખનીય છે કે, જામવાળા ગીર ગઢડાનો જાખિયા રોડ ગીરના જંગલ વિસ્તારમાંથી પસાર થાય છે. તેના કારણે આ રોડ પર અવારનવાર સિંહ જોવા મળતા હોય છે. ત્યારે વહેલી સવારે રોડ પર સિંહણોને જોઈ વાહનચાલકોએ વાહનની ગતિ ધીમી કરી હતી.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
