AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: 100 કિલોમીટર દુરથી ખેડૂત 8 મણ ડુંગળી વેચવા આવ્યો, વેપારીએ આપ્યા માત્ર 10 રુપિયા, વાયરલ થયું બિલ

Rajkot News :કાલાવડ તાલુકાના બજરંગપુર ગામના સવજી મોહન દોમડીયા નામના ખેડૂતે યાર્ડમાં 8 મણ અને 6 કિલો ડુંગળી વેચી તો બિલમાં ખેડૂતના ભાગે માત્ર 10 રૂપિયા મળ્યા હતા.

Rajkot: 100 કિલોમીટર દુરથી ખેડૂત 8 મણ ડુંગળી વેચવા આવ્યો, વેપારીએ આપ્યા માત્ર 10 રુપિયા, વાયરલ થયું બિલ
Gondal Marketing Yard Farmers
Mohit Bhatt
| Edited By: | Updated on: Mar 01, 2023 | 5:42 PM
Share

આજકાલ ડુંગળીના ભાવ તળિયે પહોંચ્યા છે. ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે, ત્યારે રાજકોટના ગોંડલ માર્કેટિંગ યાર્ડનું ગત 25 ફેબ્રુઆરીનું એક બિલ આજકાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયું છે. જેમાં કાલાવડ તાલુકાના બજરંગપુર ગામના સવજી મોહન દોમડીયા નામના ખેડૂતે યાર્ડમાં 8 મણ અને 6 કિલો ડુંગળી વેચી તો બિલમાં ખેડૂતના ભાગે માત્ર 10 રૂપિયા મળ્યા. કાલાવડ તાલુકાનું બજરંગપુર ગામથી ગોંડલ માર્કેટિંગ યાર્ડ 100 કિલોમીટર દુર આવેલું છે. એટલે કે 100 કિલોમીટર દુર ડુંગળી વેચવા આવેલા ખેડૂતને માત્ર 10 રૂપિયા મળ્યા.

ખેડૂતને મળેલુ બિલ

  • ડુંગળી 8 મણ-6 કિલો ભાવ 31 રૂપિયા પ્રતિમણ -કુલ રૂપિયા 257.30
  • મજૂરી-વાહનભાડું-ઠલવાઇ અને અન્ય ખર્ચ મળી કુલ રૂપિયા-247.30
  • ખેડૂતને મળવા પાત્ર રકમ રૂપિયા 10

હાલમાં બજારમાં ડુંગળીના ભાવ તળિયે છે-વેપારી

આ અંગે ગોંડલ માર્કેર્ટિંગ યાર્ડના સાવલિયા એન્ટરપ્રાઇઝના ભાવેશ પટેલે કહ્યું હતું કે, ગત 25 ફેબ્રુઆરીના રોડ કાલાવડ તાલુકાના બજરંગપુર ગામના એક વેપારી 8 મણ અને 6 કિલો ડુંગળી લઇને આવ્યા હતા. આ સમયે બજાર ભાવ પ્રમાણે તેમને મણના 31 રૂપિયા મળ્યા હતા. માર્કેર્ટિંગ યાર્ડમાં તેઓ 4 દાગીના લઇને આવ્યા હતા, ત્યારે ઠલવાયાના 4 રૂપિયા,ચઢાવવા-ઉતરાવાની મંજુરી 16 રૂપિયા, વાહન ભાડું 220 રૂપિયા તેમજ અન્ય ખર્ચ 7 રૂપિયા મળીને તેનો કુલ ખર્ચ 247.30 રૂપિયા થયો હતો. તેની ઉપજના રૂપિયાથી માત્ર 10 રૂપિયા ઓછો છે. હાલમાં બજારનો ભાવ તળિયે છે જેથી ખેડૂતોને આ ભોગવવું પડી રહ્યું છે.

5 વિઘામાં ડુંગળીનું વાવેતર કર્યું,70 હજારનો ખર્ચ થયો-ખેડૂત

આ અંગે ડુંગળી વેચનાર ખેડૂત સવજીભાઇના પુત્રએ કહ્યું હતું કે, તેઓએ ખેતરમાં 5 વિઘામાં ડુંગળીનું વાવેતર કર્યું છે જેનો ખર્ચ 70 હજાર રૂપિયા થાય છે. આ ખર્ચ વિશે માહિતી આપતા કહ્યું હતું કે ડુંગળીના બી વાવેતર પાછળ 7500 રૂપિયા ખર્ચ ડીએપી ખાતર બે થેલી જેનો ખર્ચ 2800 રૂપિયા, ટ્રેકટરના વીઘે 300 રૂપિયા જેનો કુલ ખર્ચ 1500 રૂપિયા, વાવેતર બાદ જંતુનાશક દવાનો ખર્ચ પ્રતિ થેલી 1500 રૂપિયા થાય છે. જે ત્રણ થેલી જંતુનાશક દવાની જરૂરિયાત પડે છે.

આ ઉપરાંત ખેત મજૂરો અને ડુંગળી કાઢવાની મજૂરી અલગ. આમ કુલ મળીને પાંચ વિધામાં ડુંગળીના વાવેતર પાછળ 70 હજારનો ખર્ચ થાય છે. ખેડૂતનું કહેવું છે કે રાત દિવસ મહેનત કરીને ડુંગળીનું વાવેતર કરતા ખેડૂતોને મણના 150 થી 200 રૂપિયા મળે તો જ ખેડૂતને પોષણક્ષમ ભાવ કહી શકાય છે. આ અંગે રાજ્ય સરકારે યોગ્ય આયોજન કરવું ખુબ જ જરૂરી છે.

g clip-path="url(#clip0_868_265)">