Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Banaskantha : ખેડૂતોએ બટાકાનું મબલખ વાવેતર કર્યું, જો કે ગત વર્ષ કરતા મણ દીઠ ઓછા ભાવ મળવાને લઈ ખેડુતોમાં કચવાટ

બટાકાના બિયારણમાં 1200 રૂપિયા થી વધારે ખર્ચ થાય છે.સાથે મજૂરી પણ થતી હોય છે. ત્યારે 100 રૂપિયા ભાવ મળતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.

Banaskantha : ખેડૂતોએ બટાકાનું મબલખ વાવેતર કર્યું, જો કે ગત વર્ષ કરતા મણ દીઠ ઓછા ભાવ મળવાને લઈ ખેડુતોમાં કચવાટ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 23, 2023 | 1:34 PM

બટાકાના ભાવે ફરી જગતના તાતને રડાવ્યા છે. બટાકાના સારા ભાવની આશાએ બનાસકાંઠાના ખેડૂતોએ બટાકાનું મબલખ વાવેતર કરી દીધું હતું. પરંતુ ભાવ ન મળવાના કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. મોંઘા ભાવના બિયારણ અને ત્રણ મહિનાના ઉજાગરા કરીને ખેડૂતોએ બટાકાનું વાવેતર કર્યું હતું.

આ પણ વાંચો :Banaskantha : વાવ પંથકમાં કેનાલમાં ગાબડાં પડવાનો સિલસિલો યથાવત ! પાનસેડા નજીક માઈનોર કેનાલમાં 10 ફૂટનું ઊંડું પડ્યું ગાબડું

ગત વર્ષે મણ દીઠ બટાકાના 250 રૂપિયા ભાવ હતા. જે આ વર્ષે 100 થઈ ગયા છે. જેથી ખેડૂતોને મજૂરી ખર્ચ પણ નીકળી શકતો નથી. બટાકાના ભાવ સાવ તળિયે બેસી છે. જેથી ખેડૂતોને આર્થિક સંકડામણ પણ આવી શકે છે.

10 રૂપિયાની વસ્તુ વેચતી કંપની પાસેથી IPLમાં સૌથી વધુ કમાણી કરે છે BCCI
Tea Shelf Life : ચા કેટલા સમય પછી બગડી જાય ? નથી રહેતી પીવાલાયક
બોલીવુડનો એ જમાઈ, જેની સાસુની ઉંમર તેનાથી નાની છે, જુઓ તસવીર
Condom in Space : સ્પેસમાં કોન્ડોમ પહેરીને કેમ જાય છે અવકાશયાત્રીઓ ?
ફ્લાઈટમાં ટેકઓફ અને લેન્ડિંગ વખતે એર હોસ્ટેસ સીટ સીધી કરવાનુ કેમ કહે છે ?
47 મેચમાં ફક્ત 1 એવોર્ડ, હવે 8 મેચમાં 4 જીતી લીધા

બટાકાના બિયારણમાં 1200 રૂપિયા થી વધારે ખર્ચ થાય છે.સાથે મજૂરી પણ થતી હોય છે. ત્યારે 100 રૂપિયા ભાવ મળતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. કારણ કે બટાકાને કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરવા જાય તો મણ દીઠ 120 રૂપિયા કોલ્ડ સ્ટોરેજનું ભાડૂ લાગે છે. જેના કારણે ખેડૂતોને ભારે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે.

ખેડૂતોનું માનવું છે કે જો બટાકાના ભાવ નહીં મળે તો આત્મહત્યા સિવાય ખેડૂતો પાસે કોઈ માર્ગ બચતો નથી. જેથી ખેડૂતોએ રાજય સરકાર પાસે સબસીડી અથવા સહાયની માગ કરી છે.

બટાકાના ભાવ નીચે જતા ખેડૂતોએ નુકશાની ભોગવવાનો વારો આવ્યો

સાબરકાંઠાના અરવલ્લીમાં બટાકાનું ઉત્પાદન મોટા પ્રમાણમાં થાય છે. જો કે છેલ્લા એકાદ સપ્તાહથી બટાકાનો ભાવ નીચે જતા ખેડૂતોએ બટાકાની સિઝનમાં સૌથી મોટો ફટકો સહન કરવો પડી રહ્યો છે. મહત્વનું છે કે માવઠા અને ઝાકળ વધુ પ્રમાણમાં હોવાથી ખેતીમાં જીવાતની સમસ્યા સર્જાઈ હતી અને હવે બટાકાના ભાવ નીચે જતા ખેડૂતોએ નુકશાની ભોગવવાનો વારો આવ્યો છે. હાલ બટાકાના ભાવ 125 થી 150 રૂપિયા છે.

ડુંગળીના ભાવ ગગડ્યા

તો આ તરફ ભાવનગર જિલ્લામાં ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા છે.આ વખતે ભાવનગર જિલ્લામાં ડુંગળીનુ ઉત્પાદન મબલખ થયુ છે,પરંતુ ભાવ તળિયે બેસી જતા ખેડૂતો પાયમાલ થયા છે. ડુંગળીના એક ગુણીની માર્કટ યાર્ડમાં કિંમત માત્ર 35 રૂપિયા આસપાસ છે, એટલે કે એક મણ ડુંગળીના ખેડૂતોને માત્ર 50-60 રૂપિયા જ મળી રહ્યા છે. જેને પગલે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યા છે. ખેડૂતોનુ કહેવુ છે કે આટલી કિંમતમાં ડુંગળીના ઉત્યાદનનો ખર્ચ પણ ઉભો થઈ રહ્યો નથી, એટલે કે હાલ ગરીબોની કસ્તુરી ખેડૂતોને રાતા પાણીએ રડાવી રહી છે.

g clip-path="url(#clip0_868_265)">