Gandhinagar: તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનો વિરોધ, આદિવાસીઓના સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શનો
દક્ષિણ ગુજરાતમાં આદિવાસી લોકોની જમીન સરકારે વિવિધ પ્રોજેક્ટ હેઠળ લઈને પુરતું વળતર અપાયું નથી. ત્યારે આદીવાસીઓને ન્યાય અપાવવા માટે કોંગ્રેસે ગાંધીનગરમાં આદીવાસી સંમેલન કર્યું છે.
Gandhinagar: દક્ષિણ ગુજરાતમાં કેન્દ્ર સરકાર દ્વારા સૂચિત પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનો (Tapi Narmada River Link Project) વિરોધ મોટું સ્વરૂપ લઈ રહ્યો હોય તેવું દેખાઇ રહ્યું છે. ગાંધીનગરમાં આજે મોટી સંખ્યામાં આદિવાસીઓ (Tribal)સત્યાગ્રહ છાવણીએ પહોંચ્યા છે. ગાંધીનગરમાં એકતરફ વિધાનસભા ચાલી રહેલા બજેટ સત્ર અંતિમ તબક્કામાં છે. ત્યારે તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ સહિત આદિવાસીઓનાં પડતર પ્રાણ પ્રશ્નો અને માંગણીઓને લઇને કોંગ્રેસ દ્વારા ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આદીવાસી સંમેલન યોજીને સરકારને ઘેરવાનો પ્રયાસ કરાયો છે. આ વિરોધ પ્રદર્શનોને પગલે ગાંધીનગર પોલીસનો કાફલો ખડેપગે તૈનાત છે.
છોટુ વસાવા સાથે વાંસદાના કોંગ્રેસના (Congress) ધારાસભ્ય અનંત પટેલ સહિતના આગેવાનો જોડાયા છે. દક્ષિણ ગુજરાતમાં આદિવાસી લોકોની જમીન સરકારે વિવિધ પ્રોજેક્ટ હેઠળ લઈને પુરતું વળતર અપાયું નથી. ત્યારે આદીવાસીઓને ન્યાય અપાવવા માટે કોંગ્રેસે ગાંધીનગરમાં આદીવાસી સંમેલન કર્યું છે. વિપક્ષ દ્વારા આક્ષેપો કરીને સરકાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ અંગે શ્વેત પત્ર બહાર પાડવાની પણ માંગણી કરાઈ છે. આ મામલે આદિવાસી સમાજનું કહેવું છે કે, આદિવાસીઓની જંગલ વિસ્તારમાં દવાખાનાની બિસ્માર હાલત છે. પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ નથી એવામાં વિવિધ પ્રોજેક્ટ હેઠળ સમાજની જમીન પચાવી પાડવામાં આવી રહી છે.
આ પણ વાંચો : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે, વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે, સાથે જ 3 સ્થળો પર સંબોધન કરશે
આ પણ વાંચો-
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો પગારથી વંચિત, ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવા છતા માત્ર ઠાલા આશ્વાસન
આ પણ વાંચો-





