કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે, વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે, સાથે જ 3 સ્થળો પર સંબોધન કરશે

યુપીના સીએમની શપથ વિધિ પૂર્ણ કર્યા બાદ અમિત શાહ સીધા ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. શુક્રવારે મોડી રાત સુધી અમિત શાહ અમદાવાદ આવી જશે. ત્યારબાદ આવતીકાલથી અનેક વિકાસ કામોનો લોકપર્ણ કરશે. સાથે જ જાહેર સભાને સંબોધન પણ કરશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે, વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે, સાથે જ 3 સ્થળો પર સંબોધન કરશે
During his visit to Gujarat, Union Home Minister Amit Shah will inaugurate various development works (ફાઇલ)
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Mar 25, 2022 | 12:21 PM

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (AMIT SHAH) વધુ એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આમ તો ગુજરાત (Gujarat) ગૃહમંત્રી અમિત શાહ તથા PM નરેન્દ્ર મોદીનું હોમ ટાઉન છે. જોકે યુપી ચૂંટણી બાદ ગુજરાતના બંન્ને નેતાઓની હિલચાલ વધી ગઈ છે. યુપીના સીએમની શપથ વિધિ પૂર્ણ કર્યા બાદ અમિત શાહ સીધા ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. શુક્રવારે મોડીરાત સુધી અમિત શાહ અમદાવાદ (Ahmedabad) આવી જશે. ત્યારબાદ આવતીકાલથી અનેક વિકાસ કામોનો લોકપર્ણ કરશે. સાથે જ જાહેર સભાને સંબોધન પણ કરશે.

કેન્દ્રીય ગૃહમંત્રીના કાર્યક્રમ પર એક નજર કરીએ તો અમદાવાદથી કલોલ સુધીના વિકાસકામોને લોકાર્પણ કરશે. જેની શરૂઆત અમદાવાદથી કરવામાં આવશે. 26 માર્ચે સવારે 09:30 કલાકે સોલા સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે સ્પીચ લેન્ગવેજ પેથોલોજી કોલેજનો પ્રારંભ કરાશે. સાથે જ ગરીબ – જરૂરિયાતમંદો માટે ભોજન વ્યવસ્થાની અલગ વ્યવસ્થા શુભારંભ કરવામાં આવશે. ત્યારબાદ કલોલ તાલુકાના મોટી ભોંયણ ખાતે સવારે 10:30 કલાકે વિવિધ કાર્યોના ઇ-ખાતમુહૂર્ત – લોકાર્પણ તેમજ આંગણવાડી બહેનો અને આરોગ્ય વિભાગના કર્મીઓને કેન્સરની વહેલી તપાસ – નિદાન માટેના તાલીમ કાર્યક્રમનો શુભારંભ કરાવાશે.

સાથે જ જાહેર સભાને પણ અમિત શાહ સંબોધશે. 11:45 કલાકે ભારતમાતા ટાઉનહોલ, કલોલ ખાતે જાહેરસભાના સ્વરૂપમાં કલોલ નગરપાલિકાના ઉપક્રમે બીવીએમ ફાટક પરના ઓવરબ્રિજ અને સરદાર બાગના નવીનીકરણનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.અમિતભાઇ શાહની વિશેષ ઉપસ્થિતમાં સાંજે 05:00 કલાકે જી. ડી. પાર્ટી પ્લોટ, સોલા, અમદાવાદ ખાતે એ.એમ.સી. દ્વારા નિર્મિત વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને તૈયાર થનાર જુદા જુદા કાર્યોના ખાતમુહૂર્ત કાર્યક્રમ જાહેર સભા સ્વરૂપે યોજાશે.

આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ

સાંજે 05:00 કલાકે જી. ડી. પાર્ટી પ્લોટ, સોલા, અમદાવાદ ખાતે એ.એ.સી. દ્વારા નિર્મિત વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને તૈયાર થનાર જુદા જુદા કાર્યોના ખાતમુહૂર્ત કાર્યક્રમ જાહેરસભા સ્વરૂપે યોજાશે. મહત્વપૂર્ણ છે કે ગાંધીનગર લોકસભા ક્ષેત્ર સમગ્ર દેશમાં સર્વશ્રેષ્ઠ, હરિયાળું અને પ્રાકૃતિક ખેતી યુક્ત બને તે દિશામાં અમિતભાઇ શાહ દ્વારા સાતત્યપૂર્ણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જોકે વિધાનસભાની ચૂંટણી પહેલા અમિત શાહના પોતાની લોકસભાના વધુ પ્રવાસ યોજવા જઇ રહ્યા છે. ગાંધીનગર લોકસભામાં કલોલની વાત કરવામાં આવે તો હજુ પણ આ વિસ્તાર કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. ગાંધીનગર લોકસભામાં આવતી માણસા, ક્લોલ તેમજ ગાંધીનગર ઉત્તર વિધાનસભામાં જનતાને 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના MLA પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો. ત્યારે 2022 ની ચૂંટણી પહેલા આ વિસ્તારો ને ભાજપ તરફી કરવાનો પણ એક પ્રયાસ છે.

આ પણ વાંચો-

President Kovind Gujarat Visit Highlights: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વિધાનસભામાં સંબોધન વખતે કહ્યું ભૂકંપ પછી બેઠું થયેલું ગુજરાત ખમીરવતું છે

આ પણ વાંચો-

ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસના સંગઠનના નવા માળખાની જાહેરાત, ઉપ પ્રમુખો,મહામંત્રીઓ અને જિલ્લા પ્રમુખોના નામની જાહેરાત

g clip-path="url(#clip0_868_265)">