અમેરિકાના ઐયાશ બિઝનેસમેન જેફરી એપસ્ટીનની ફાઈલમાં ટ્રમ્પના એવા તો શું કાળા કારનામા છુપાયેલા છે કે સાર્વજનિક થવા નથી દેતા- વાંચો
જેફરી એપસ્ટીન સાથે જોડાયેલી જે- જે ફાઈલ્સને FBI તપાસી રહી છે, તેમા સેંકડો ગીગાબાઈટ્સ ડેટા, હજારો આપત્તિજનક તસવીરો અને સગીર પીડિતાઓના વીડિયો સામેલ છે. આ ફાઈલ્સમાં અબજોપતિઓ, બિઝનેસ ટાયકુન્સ, સેલિબ્રિટીઝ, રાજનેતાઓ સહિત અન્ય હાઈપ્રોફાઈલ લોકોના નામોનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. આ તમામ એ લોકો છે જેઓ જેફ્રી એપસ્ટીનની પાર્ટીમાં જતા હતા અથવા તેમના નજીકના સહયોગીઓ હતા. આ લિસ્ટમાં ડોનાલ્ડ ટ્રમ્પનું નામ પણ સામેલ છે.

એપસ્ટીન ફાઈલ્સ એક એવી સિક્રેટ ડાયરી છે જેમા અમેરિકી ફાઈનાન્સર અને કુખ્યાત યૌન શોષણ કરનાર આરોપી જેફરી એપસ્ટીનના કાળા કારનામા છુપાયેલા છે. આ ફાઈલ્સ એ દસ્તાવેજો, કોર્ટના રેકોર્ડ્સ, ફ્લાઈટ લૉગ્સ સહિતના ડેટાના સજ્જડ પુરાવા છે, જે એપસ્ટીનના સેક્સ ટ્રાફિકિંગ રેકેટ સાથે જોડાયેલા છે. આ સ્કેન્ડલમાં 250 થી વધુ સગીર છોકરીઓનું શોષણ કરવામાં આવ્યુ હતુ. આ ફાઈલમાં એ તમામ દિગ્ગજોના નામો સામેલ છે જેઓ પ્રાઈવેટ જેટ અને પ્રાઈવેટ આઈલેન્ડ પર અય્યાશી કરવા માટે આવતા હતા. જેમા મોટા-મોટા નેતાઓ, બિઝનેસ ટાઈકુન અને સેલેબ્રિટીઝ સામેલ છેઆ ફાઈલમાં એપસ્ટીન અને તેના સહયોગીઓ વિરુદ્ધ થયેલા અનેક ફોજદારી કેસોમાં કામ કરી રહેલા તપાસ કર્તાઓ દ્વારા એકત્ર કરવામાં આવેલા મહત્વપૂર્ણ પુરાવા છે.
2025માં અમેરિકી જસ્ટિસ ડિપાર્ટમેન્ટે આ સ્કેન્ડલ સાથે જોડાયેલી ફેઝ 1 ફાઈલો રિલીઝ કરી હતી. જેમા એપસ્ટીનના અંગત જેટના ઉડાન લોગ્સ પણ સામેલ છે. પરંતુ હજુ અનેક દસ્તાવેજો સીલબંધ છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે છેલ્લા સપ્તાહે અટોર્ની જનરલ પૉમ બોડીને કહ્યુ કે તેઓ ફેડરલ જજને કહે કે 2019માં જેફરી એપસ્ટીન સાથે જોડાયેલી ફાઈલો રિલીઝ કરે.
અમેરિકાના ડાર્ક ક્રાઈમ નજર રાખનારા કેટલાક લોકોનું કહેવુ છે કે FBI એ એપસ્ટિનના હાઈપ્રોફાઈલ સહયોગીઓના ગુનાઓને છુપાવવા માટે અનેક દસ્તાવેજોને રોકી રાખ્યા હતા. રાષ્ટ્રપતિ બન્યા બાદ ટ્રમ્પે એપસ્ટીન સાથે જોડાયેલી કેટલીક ફાઈલો જાહેર કરી છે અને વચન આપ્યુ છે કે હજુ વધુ ફાઈલો પણ જાહેર કરવામાં આવશે. આવો સમજીએ કે આ ફાઈલ્સનું કન્ટેન્ટ શા માટે અમેરિકાની રાજનીતિમાં ભૂકંપ લાવી શકે છે?
અશ્લિલ અને શોષણકારી દસ્તાવેજો
FBI અને અન્ય તપાસ એજન્સીઓએ જે ફાઇલોની તપાસ કરી છે તેમાં સેંકડો ગીગાબાઇટ ડેટા, હજારો આપત્તિજનક તસવીરો અને સગીર પીડિતાઓના વીડિયો સામેલ છે. આ ફાઇલોમાં અબજોપતિઓ, સેલિબ્રિટીઓ, રાજકારણીઓ અને અન્ય હાઈ પ્રોફાઇલ લોકોના નામોનો પણ ઉલ્લેખ છે જેઓ જેફરી એપ્સ્ટેઇનની પાર્ટીઓમાં હાજરી આપતા હતા અથવા તેમના નજીકના સહયોગી હતા. ન્યૂ યોર્ક ટાઇમ્સના એક અહેવાલ મુજબ, એપસ્ટીને કિશોરવયની છોકરીઓને શરીર સંબંધ બાંધવા માટે પૈસા આપ્યા અને તેની પૂર્વ પ્રેમિકા ગિસ્લેન મેક્સવેસનો ઉપયોગ તેમના શિકારની ભરતી કરવા અને તેમને મેનેજ કરવા માટે કરતો હતો.
FBI અને ફ્લોરિડા પોલીસની તપાસ બાદ 2006માં તેની સામે કેસ ચલાવવામાં આવ્યો, જેમા બે વર્ષ બાદ રાજ્યની કોર્ટમાં તેને બે ગંભીર ગુના માટે દોષિત જાહેર કરાયો હતો. જેમા એક સગીરાને લોભ-લાલચ આપીને લઈ જવાઈ હોવાનું સામેલ હતુ. અમેરિકી ન્યાય વિભાગના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર એપસ્ટીન સંબંધિત ફાઈલોમાં મોટી સંખ્યામાં ફોટોગ્રાફ્સ, સગીર કે સગીર જેવી દેખાતી પીડિતાઓના ફોટોગ્રાફ્સ અને વીડિયો અને 10 હજારથી વધુ ડાઉનલોડ કરાયેલા વીડિયો અને ગેરકાયદે બાળ યૌન શોષણનું કન્ટેન્ટ અને અન્ય અશ્લિલ સામગ્રીની તસવીરો સામેલ છે.
એપસ્ટીનની કરતુતોનો પર્દાફાશ કરવામાં પીડિતાઓની જુબાની, પૂર્વ સ્ટાફના નિવેદનો અને ‘ફ્લાઈટ લોગ’ પણ મહત્વપૂર્ણ છે. એપસ્ટીનના બટલર અલ્ફ્રેડો રોડ્રિઝે કોર્ટમાં જણાવ્યુ કે કેવી રીતે સગીર કિશોરીઓને પાર્ટીમાં લાવવામાં આવતી હતી.
નામચીન હસ્તીઓનો પણ ઉલ્લેખ
અત્યાર સુધી એપસ્ટીનની જે ફાઈલોને ખોલવામાં આવી છે તેમા ડોનાલ્ડ ટ્રમ્પ, બિલ ક્લિન્ટન, પ્રિન્સ એન્ડ્ર્યુ, માઈકલ જેક્સન જેવી હસ્તીઓના નામોનો પણ ઉલ્લેખ છે. એપસ્ટીન પાસે એવુ એક આગવુ સર્કલ હતુ જેમાં અમેરિકા અને યુરોપના નામી રાજકારણીઓ, વ્યવસાયીઓ અને સેલિબ્રિટીઓ સામેલ હતા. તેનો સંબંધ પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન, ડોનાલ્ડ ટ્રમ્પ, બ્રિટિશ રાજકુમાર પ્રિન્સ એન્ડ્ર્યૂ અને ટેક મહારથી બિલ ગેટ્સ જેવા લોકોથી રહ્યો હતો. આવા સંબંધો અંગે ઘણીવાર ચર્ચા થતી રહી કે તે આસંબંધોનો ઉપયોગ પોતાની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ઢાંકવા માટે કરતો હતો.
વર્જિનિયા ગ્રીફેએ સાર્વજનિક રીતે પ્રિન્સ એન્ડ્ર્યુને ટાંકીને લગાવ્યો હતો ગંભીર આરોપ
એપસ્ટીનની કથિત પીડિતાઓમાંની એક વર્જિનિયા ગ્રીફેએ સાર્વજનિક રીતે દાવો કર્યો કે એપસ્ટીન અને તેની ગર્લફ્રેન્ડ મેક્સવેલે 2001માં તેને પ્રિન્સ એન્ડ્ર્યુ સાથે યૌન સંબંધ બનાવવા માટે મજબુર કરી હતી. આ એક એવો આરોપ હતો જેને બ્રિટનની રાજ ઘરાનામાં પણ ભૂકંપ લાવી દીધો હતો જો કે ડ્યુક ઓફ યોર્ક સતત આ આરોપોનું ખંડન કરતા આવ્યા છે.
આ દસ્તાવેજો પરથી ખબર પડે છે કે અનેક હાઈ-પ્રોફાઈલ લોકો એપસ્ટીનના સર્કલમાં હતા, જો કે એ સાબિત નથી થયુ કે આ હસ્તીઓ કોઈ ગેરકાનુની કામમાં સામેલ હતી કે કેમ. પરંતુ આ ફાઈલોમાં તેનુ નામ આવવુ જ એક અમેરિકાની રાજનીતિમાં તોફાન સર્જી દે છે.
એવો પણ આરોપ લગાવવામાં આવે છે કે એપસ્ટીનના અનેક ગુનાઓ વર્જિન દ્વીપ સમૂહના એ પ્રાઈવેટ ટાપુ લિટિલ સેન્ટ જેન્સ પર કરવામાં આવ્યા હતા. જ્યા તે વારંવાર તેના પ્રાઈવેટ જેટથી આવતો-જતો હતો. અમેરિકી ઉદ્યોગપતિ એલન મસ્કની ટ્રમ્પ સાથે મિત્રતા તૂટ્યા બાદ મસ્ક પણ સતત આ ફાઈલોને સાર્વજનિક કરવાની માગ કરી રહ્યા છે.
એપસ્ટીન ફાઈલ્સને લઈને ટ્રમ્પ કેમ ટેન્શનમાં છે ?
ટ્રમ્પ પર હાલ દબાણ છે કે તેઓ સંપૂર્ણ પારદર્શિતા દાખવે અને તમામ દસ્તાવેજોને જૈસે-થે સ્થિતિમાં સાર્વજનિક કરાવે. ચૂંટણી પહેલા તો ખુદ ટ્રમ્પે પણ એવો દાવો કર્યો હતો. ટ્રમ્પનું નામ પણ એપસ્ટીનના સંપર્કોના સર્કલની યાદીમાં છે. જો કે અત્યાર સુધી તેની વિરુદ્ધ કોઈ ગુનાહિત આરોપ સાબિત નથી થયો. પરંતુ દસ્તાવેજોના વધુ સાર્વજનિક થવાથી તેમની છબી ખરડાી શકે છે અને ચૂંટણીમાં તેમની રાજનીતિક કેરિયરમાં મોટુ નુકસાન થઈ શકે છે.
એપસ્ટીન ફાઈલોમાં શું છે તે આજે પણ રહસ્ય જ છે
રિપોર્ટ્સ દ્વારા એવુ કહેવાય છે કે એપસ્ટીન અને ટ્રમ્પ વર્ષો પહેલા મિત્રો હતા અને અવારનવાર ફ્લોરિડા અને ન્યૂયોર્કમાં થનારી હાઈ-સોસાયટી પાર્ટીઓમાં એકબીજાને મળતા હતા.
2002માં ન્યૂયોર્ક પત્રિકાને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન ટ્રમ્પે એપસ્ટિનને એક ‘શાનદાર માણસ’ ગણાવ્યો હતો જેને તેઓ 15 વર્ષથી ઓળખતા હતા. ટ્રમ્પે આગળ એવુ પણ કહ્યુ હતુ કે “એવુ પણ કહેવાય છે કે એપસ્ટીનને પણ એટલી જ સુંદર મહિલાઓ પસંદ છે જેટલી મને, અને તેમાંથી અનેક યુવતીઓ છે. ”
જો કે બે વર્ષ બાદ નવેમ્બર 2004 માં બંને ફ્લોરિડાની એક સંપત્તિ ખરીદવા માટે પ્રતિસ્પર્ધામાં ઉતરી ગયા. ટ્રમ્પે આખરે એ સંપત્તિ માટે એપસ્ટીન કરતા મોટી બોલી લગાવી હતી. આ રિયલ એસ્ટેટ લડાઈ બાદ બંને વચ્ચેની વાતચીતના કોઈ સાર્વજનિક રેકોર્ડ્સ ઉપલબ્ધ નથી.
ટ્રમ્પે અવારનવાર આ કેસને કારણે તેના પર આવી રહેલા દબાણને વારંવાર ‘ટ્રબલ મેકર્સ’ અને ‘રેડિકલ લેફ્ટ’ નું ષડયંત્ર ગણાવે છે. તેમના અનેક સમર્થકો અને વિરોધીઓ, બંનેની માગ છે કે સાર્વજનિક હિતમાં બધુ જ ઉજાગર કરવમાં આવે. જો કે આકરી ટીકાઓ બાદ પણ અમેરિકી ન્યાય વ્યવસ્થા અને પ્રશાસને એવુ કહી રહ્યુ છે કે તેમની પાસે કોઈ ક્લાયન્ટની યાદી નથી. જો કે ફ્લાઈટ લોગ, પાર્ટીના સાક્ષીઓ અને શંકાસ્પદ પુરાવાઓ સામે આવતા રહ્યા છે. આ ખૂલાસાથી ટ્રમ્પ પ્રશાસન માટે રાજનીતિક સુરક્ષાનો સવાલ પણ છે. ફ્લોરિડા સ્થિત બિઝનેસમેન જ્યોર્જ હોઉરેની ટ્રમ્પ અને એપસ્ટીન બંનેના સંપર્કમાં હતા. તેમણે માર-એ-લાગોમાં આયોજિત કેલેન્ડર ગર્લ સ્પર્ધા પહેલા ટ્રમ્પને એપસ્ટીનની યુવાન યુવતીઓની પાછળ પડવા વિશે ચેતવણી આપી હતી.
