ગાંધીનગર: દહેગામ બાયડ હાઈવે મીઠાના મુવાડા નજીક ટેન્કર અને બાઈક વચ્ચે અકસ્માત, ત્રણ યુવકોના મોત- વીડિયો
ગાંધીનગરમાં દહેગામ બાયડ હાઈવે પર નવા વર્ષે જ ગોજારો અકસ્માત સર્જાયો.. મીઠાના મુવાડા નજીક ટેન્કર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો. જેમા ત્રણ યુવકોના મોત નિપજ્યા છે. નૂતન વર્ષ મૃતક યુવકોના પરિવાર માટે માતમ લઈને આવ્યુ છે. વ્હાલસોયાને ગુમાવનારા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.
ગાંધીનગરમાં દહેગામ બાયડ હાઈવે પર નવા વર્ષે જ ગોજારો અકસ્માત સર્જાયો છે. મીઠાના મુવાડા નજીક ટેન્કર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો જેમા ત્રણ યુવકોના મોત નિપજ્યા છે. ત્રણેય યુવકો બાઈક પર સવાર હતા અને દિપેશ્વરી માતાના મંદિરે દર્શને જઈ રહ્યા હતા તે સમયે જ રસ્તામાં અક્સ્માત સર્જાયો અને દર્શન કરે તે પહેલા જ ત્રણેય યુવકોના મોત નિપજ્યા છે. ત્રણેય યુવકો ગાંધીનગરના મહુન્દ્રા ગામના વતની છે. ગાંધીનગરના રખિયાલ પોલીસે ત્રણેય મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા છે.
આ પણ વાંચો: જુનાગઢ: દિવાળીના તહેવારોની રજા માણવા ઉપરકોટ, ગીરનારમાં ઉમટ્યા પ્રવાસીઓ, જુઓ વીડિયો
નવા વર્ષે જ ત્રણેય યુવકોના મોતથી પરિવારમાં ઘેરા શોકનુ મોજુ ફરી વળ્યુ છે. નવુ વર્ષ મૃતકોના પરિવાર માટે માતમ લઈને આવ્યુ છે. વ્હાલસોયાને ગુમાવનારા ત્રણેય યુવકોના પરિવારજનોના હાલ બેહાલ છે.
Input Credit- Ashok Patel- Gandhinagar
ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો





