AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આદિપુરથી ગાંધીધામને જોડતો મુખ્ય માર્ગ બિસમાર બનતા લોકો ત્રાહિમામ, સત્વરે સમારકામની ઉઠી માગ- Video

કચ્છ જિલ્લામાં આવેલા આદિપુરથી ગાંધીધામને જોડતો મુખ્ય માર્ગ અત્યંત બિસમાર બન્યો છે. રોડ પર ઠેર ઠેર પડેલા ખાડાને કારણે વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. સત્વરે રસ્તાનું રિપેરીંગ કરવાની માગ ઉઠી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2025 | 8:57 PM
Share

કચ્છ જિલ્લાના ગાંધીધામ અને આદિપુરના મોટાભાગના રસ્તાઓ બિસ્માર બન્યા છે. આદિપુરથી ગાંધીધામને જોડતો મુખ્ય માર્ગ રામબાગ હોસ્પિટલથી સિંધુ ભવન સુધી રોડની હાલત ખરાબ છે. આદિપુર રેલવે સ્ટેશનથી રાજવી ફાટક સુધીના રોડની હાલત દયનીય છે. જેના કારણે આદિપુરથી ગાંધીધામ અવરજવર કરવામાં લોકો ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. તો બીજી તરફ ગાંધીધામના સુભાષનગર, ભારતનગર, મહેશ્વરી નગર, ગોપાલપુરી અને સુંદરપુરી સહિત સમગ્ર શહેરમાં રસ્તા હાલત ખસ્તા છે.

ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે ખરાબ રસ્તાઓના સમારકામના આયોજન અંગે જાણકારી આપી કે. ખરાબ રસ્તાઓની સમસ્યાને નિવારવા માટે બે તબક્કામાં આયોજન કરવામાં આવ્યું છે. જેમા પ્રથમ તબક્કામાં વરસાદને કારણે જે રસ્તાનું ધોવાણ થયુ છે તેનુ સમારકામ કરાઈ રહ્યુ છે. જ્યારે બીજા તબક્કામાં જે રસ્તાઓ પહેલેથી જ બિસમાર હાલતમાં છે તેનુ સમારકામ કરવામાં આવશે. જો કે હજુ સુધી એકપણ રસ્તાનું સમારકામ થયુ નથી અને રસ્તા પરના ખાડાને કારણે વાહનચાલકોને કમરના તેમજ મણકાના દુખાવાની સમસ્યા વધી રહી છે. બીજી તરફ અવારનવાર વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે.

ટેક્સ ભરવા છતા લોકોને સારા રસ્તા પણ ન મળતા સ્થાનિકોનો રોષ સાતમા આસમાને જોવા મળી રહ્યો છે.

રાજકોટ ભાજપમાં આંતરિક જૂથવાદ વચ્ચે અમિત શાહની સૂચક બેઠક, GST ઘટાડા અને સ્વદેશીનો મુદ્દે લોકો સુધી પહોંચાડવા સૂચન

Follow Us
ભાવનગરના ગરજીયા ગામે સિંહે માલધારી પર કર્યો હુમલો, LIVE વીડિયો વાયરલ
ભાવનગરના ગરજીયા ગામે સિંહે માલધારી પર કર્યો હુમલો, LIVE વીડિયો વાયરલ
રાજ્યમાં વરસાદથી જળાશયો છલકાયા, 6 ડેમ હાઈ એલર્ટ પર
રાજ્યમાં વરસાદથી જળાશયો છલકાયા, 6 ડેમ હાઈ એલર્ટ પર
Breaking News : શહેર-ગ્રામ્યની તમામ શાળા-કોલેજોમાં આજે રજા જાહેર
Breaking News : શહેર-ગ્રામ્યની તમામ શાળા-કોલેજોમાં આજે રજા જાહેર
વિજયનગરની પુણ્યશીલા નદી બે કાંઠે વહેતી થઈ, Watch Video
વિજયનગરની પુણ્યશીલા નદી બે કાંઠે વહેતી થઈ, Watch Video
પિત્ઝામાંથી નીકળ્યું જીવડું: વડોદરામાં જાણીતા આઉટલેટ સામે પોલીસ ફરિયાદ
પિત્ઝામાંથી નીકળ્યું જીવડું: વડોદરામાં જાણીતા આઉટલેટ સામે પોલીસ ફરિયાદ
મહુવામાં ભારે વરસાદથી બિલડી ગામનો સંપર્ક કપાયો, બેટમાં ફેરવાયુ ગામ
મહુવામાં ભારે વરસાદથી બિલડી ગામનો સંપર્ક કપાયો, બેટમાં ફેરવાયુ ગામ
મહુવા, રાજુલા, જાફરાબાદમાં મેઘાનું રૌદ્ર રૂપ, અનેક ગામોમાં ઘોડાપૂર
મહુવા, રાજુલા, જાફરાબાદમાં મેઘાનું રૌદ્ર રૂપ, અનેક ગામોમાં ઘોડાપૂર
ભારે વરસાદને કારણે ગાંધીનગરમાં દીવાલ ધરાશાયી
ભારે વરસાદને કારણે ગાંધીનગરમાં દીવાલ ધરાશાયી
નાગપુરમાં એક ઘરમાંથી 1...2... નહીં પરંતુ 40 કોબ્રા સાપ નીકળ્યા
નાગપુરમાં એક ઘરમાંથી 1...2... નહીં પરંતુ 40 કોબ્રા સાપ નીકળ્યા
અમદાવાદમાં ભારે વરસાદની આગાહી: સાંજે 7 થી 9 વચ્ચે તૂટી પડશે આફત
અમદાવાદમાં ભારે વરસાદની આગાહી: સાંજે 7 થી 9 વચ્ચે તૂટી પડશે આફત
g clip-path="url(#clip0_868_265)">