દેવભૂમિ દ્વારકા : તથીયા ગામની સીમમાંથી ઝડપાયુ જુગાર ધામ, LCBએ 6 આરોપીની ધરપકડ કરી, જુઓ વીડિયો
દેવભૂમિ દ્વારકાના તથીયા ગામની સીમમાંથી જુગારનો અડ્ડા ઝડપાયો છે. મળતી માહિતી અનુસાર આરોપી પોતાની વાડીમાં માણસો બોલાવી જુગાર રમાડતો હતો. તે સમયે LCB દરોડા પાડ્યા હતા અને જુગારીઓને ઝડપ્યા હતા. LCB પોલીસે 6 આરોપીને જુગાર રમતા ઝડપ્યા છે.
દેવભૂમિ દ્વારકાના તથીયા ગામની સીમમાંથી જુગારનો અડ્ડા ઝડપાયો છે. મળતી માહિતી અનુસાર આરોપી પોતાની વાડીમાં માણસો બોલાવી જુગાર રમાડતો હતો. તે સમયે LCB દરોડા પાડ્યા હતા અને જુગારીઓને ઝડપ્યા હતા. LCB પોલીસે 6 આરોપીને જુગાર રમતા ઝડપ્યા છે. પોલીસે રોકડ, મોબાઈલ, વાહન સહિત કુલ 9,04,600 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેમજ તમામ આરોપીઓ વિરુદ્ધ ખંભાળિયા પોલીસ મથકે ગુનોં નોંધવામાં આવ્યો છે.
બીજી તરફ આ અગાઉ પાલનપુર શહેરમાંથી ઓનલાઈન સટ્ટો રમાડાતો ઝડપાયો હતો.લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમીના આધારે પાલનપુર શહેરમાં આવેલા ગુરુ નક્ષત્ર ફ્લેટમાં દરોડો પાડ્યા હતા.જ્યાંથી ઓનલાઈન જુગારનો અડ્ડો ઝડપાયો હતો. પોલીસે 16 મોબાઈલ સહિત અન્ય સામાનને જપ્ત કર્યો હતો.
