AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિરમગામના 46 ખેડૂતો સાથે છેતરપિંડી, ખોટા દસ્તાવેજોથી 670 વિઘા જમીનના બાનાખત કરાયાની ઘટના

વિરમગામના 46 ખેડૂતો સાથે છેતરપિંડી, ખોટા દસ્તાવેજોથી 670 વિઘા જમીનના બાનાખત કરાયાની ઘટના

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 02, 2021 | 8:15 AM
Share

અમદાવાદ જિલ્લાના એક ગામમાં ખેડૂતો સાથે મોટી છેતરપીંડીનો મામલો સામે આવ્યો છે. વિરમગામ તાલુકાના ગોરૈયા દોલતપુરા ગામના 46 ખેડૂતો સાથે છેતરપિંડી થઈ છે.

અમદાવાદ જિલ્લાના એક ગામમાં ખેડૂતો સાથે મોટી છેતરપીંડીનો મામલો સામે આવ્યો છે. ખોટા દસ્તાવેજોથી ભૂમાફિયાએ બાનાખત કરાવી દીધાની ઘટના ઘટતા ચકચાર મચી જવા પામ્યો છે. વિરમગામ તાલુકાના ગોરૈયા દોલતપુરા ગામના 46 ખેડૂતો સાથે છેતરપિંડી થઈ છે. ખોટા દસ્તાવેજી પુરાવા બનાવી આશરે 670 વિઘા જમીનના બાનાખત કરાયાની વિગતો સામે આવી છે. જે પૈકી કેટલાક મૃત વ્યક્તિઓના પણ ફોટા લગાવીને ખોટા બાનાખત કરવામાં આવ્યા હતા. આ કૌભાંડ સામે આવતા ગોરૈયા દોલતપુરા ગામના ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. ખેડૂતોએ ગેરરીતિ આચરનારા ભૂમાફિયા સામે કડક કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.

 

આ પણ વાંચો: ‘ખાતરના ભાવ વધારા બાબતે કિસાન કોંગ્રેસ સેલના પ્રમુખનો પત્ર: ‘સરકાર સ્વીકારે કે કંપનીઓ પર તેમનો કોઈ અંકુશ નથી

આ પણ વાંચો: ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે ભારત-ચીન સરહદ પર કરશાંગલા ચોકીની મુલાકાત લીધી, કહ્યું- અમને ITBP પર ગર્વ છે

આ પણ વાંચો: Petrol-Diesel Price Today : ધનતેરસે ધનલાભ નહિ મોંઘવારીનો માર! જાણો અમદાવાદ સહીત રાજ્યમાં કેટલું મોંઘુ થયું પેટ્રોલ

g clip-path="url(#clip0_868_265)">