AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે ભારત-ચીન સરહદ પર કરશાંગલા ચોકીની મુલાકાત લીધી, કહ્યું- અમને ITBP પર ગર્વ છે

ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે કહ્યું, "IBTP જવાન પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં કામ કરીને આપણી સરહદોની સુરક્ષા કરે છે. અમને ITBP પર ગર્વ છે.

ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે ભારત-ચીન સરહદ પર કરશાંગલા ચોકીની મુલાકાત લીધી, કહ્યું- અમને ITBP પર ગર્વ છે
ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે ભારત-ચીન સરહદ પર કરશાંગલા ચોકીની મુલાકાત લીધી (ફોટો- ANI)
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 02, 2021 | 7:33 AM
Share

ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે ( Nityanand Rai ) ગઈકાલે એટલે કે સોમવારે તવાંગના શાંગસ્ટરમાં ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP)ની 55 બટાલિયનના જવાનો સાથે વાતચીત કરી હતી. આ સાથે તેમણે આજે ભારત-ચીન બોર્ડર પર કરશાંગલા ચોકીની પણ મુલાકાત લીધી હતી. આ દરમિયાન સૈનિકોની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે, IBTP જવાન પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં કામ કરીને આપણી સરહદોની રક્ષા કરે છે. અમને ITBP પર ગર્વ છે. નિત્યાનંદ રાયે આ મુલાકાત એવા સમયે કરી છે જ્યારે બે દિવસ પહેલા જ ITBP ના 260 જવાનોને પુર્વમાં કરેલા વિશેષ અભિયાનો માટે  લદ્દાખમાં રાષ્ટ્રીય એકતા દિવસ, 2021 પર કેન્દ્રીય ગૃહ મંત્રીના વિશેષ ઓપરેશન મેડલથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.

આઈટીબીપીના જવાનોએ બર્ફીલા ઊંચાઈઓ પર તેમના ઓપરેશન ‘સ્નો લેપર્ડ’ દ્વારા લદ્દાખમાં આત્યંતિક પરિસ્થિતિમાં સરહદોનું રક્ષણ કર્યું. ફોર્સે તમામ ભાગીદાર સંસ્થાઓ વચ્ચે સંપૂર્ણ સંકલન અને સહકાર સાથે ઉચ્ચ સ્તરીય વ્યૂહાત્મક આયોજન અને ગ્રાઉન્ડ ઓપરેશન્સનું કાર્યક્ષમ અમલીકરણ કર્યું.

આઈટીબીપીના આ કર્મીઓને એવોર્ડ મળ્યો

પુરસ્કાર મેળવનારાઓમાં દીપમ સેઠ, તત્કાલીન ઇન્સ્પેક્ટર જનરલ (નોર્થ વેસ્ટ ફ્રન્ટિયર) ITBPનો સમાવેશ થાય છે, જેઓ વરિષ્ઠ સુપ્રીમ મિલિટરી કમાન્ડર (SHMC) સ્તરની 10 રાઉન્ડની વાટાઘાટો માટે ભારતીય પ્રતિનિધિમંડળના સભ્ય હતા. તેમની વ્યાપક મંત્રણા ફેબ્રુઆરી 2021માં સફળતામાં પરિણમી અને ફોરવર્ડ પોઝીશન પરથી સૈનિકોને હટાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી.

ITBPની સ્થાપના 1962માં ભારત-ચીન યુદ્ધ દરમિયાન કરવામાં આવી હતી. ITBP દેશની 3,488 કિલોમીટર લાંબી હિમાલયની સરહદોની રક્ષા કરે છે. પર્વતારોહણ કૌશલ્ય અને મુશ્કેલ રેન્જમાં ઉચ્ચ ઊંચાઈ પર તૈનાતી માટે જાણીતા આ દળની સરહદ ચોકીઓ 18,800 ફૂટ સુધી સ્થિત છે.

2019 માં, ઉત્તરાખંડમાં નંદા દેવી પૂર્વમાં પર્વતારોહકોની ટીમને શોધવા અને બચાવવા માટે તેના પર્વતારોહકો દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશન ‘ડેરડેવિલ્સ’ માટે દળને 16 કેન્દ્રીય ગૃહ પ્રધાનના વિશેષ ઓપરેશન મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :  Maharashtra: ‘મર્દ છો તો નવાબ મલિક સીધા દેવેન્દ્ર ફડણવીસને ટાર્ગેટ કરો, મને વચ્ચે ન લાવો’, પૂર્વ સીએમના પત્ની અમૃતા ફડણવીસ ભડક્યા

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">