Petrol-Diesel Price Today : ધનતેરસે ધનલાભ નહિ મોંઘવારીનો માર! જાણો અમદાવાદ સહીત રાજ્યમાં કેટલું મોંઘુ થયું પેટ્રોલ

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 106.88 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 106.33 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol-Diesel Price Today : ધનતેરસે ધનલાભ નહિ મોંઘવારીનો માર! જાણો અમદાવાદ સહીત રાજ્યમાં કેટલું મોંઘુ થયું પેટ્રોલ
Petrol - Diesel Rate Today
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 02, 2021 | 7:31 AM

Petrol-Diesel Price Today :દરેક વ્યક્તિના મનમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે પેટ્રોલના ભાવમાં વધારો ક્યારે અટકશે? ભાવ વધારાની ગતિ આ જ રહી તો એ દિવસ દૂર નથી કે ભાવ 150 રૂપિયા પ્રતિ લિટરને સ્પર્શી જશે. નિષ્ણાંતોનું કહેવું છે કે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો યથાવત રહેતો દેખાઈ રહ્યો છે. એટલે સ્થાનિક સ્તરે ત્યારે જ રાહત મળશે જ્યારે સરકાર કોઈ મોટું પગલું ભરશે. જો ક્રૂડ ઓઈલના ભાવમાં તેજી રહે છે અને તે પ્રતિ બેરલ 100 ડોલરને પાર પહોંચે છે તો તે દિવસ પણ શક્ય છે જ્યારે દેશમાં પેટ્રોલની કિંમત 150 રૂપિયા પ્રતિ લીટર થઈ શકે છે.

આજે મંગળવારે એટલે કે નવેમ્બરના બીજા દિવસે પેટ્રોલની કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો, જોકે આજે ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આજે ડીઝલની કિંમત સ્થિર છે. આજે સવારે IOCL દ્વારા જાહેર કરાયેલ રેટ લિસ્ટ મુજબ પેટ્રોલ 35 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  • દિલ્હીમાં પેટ્રોલ 110.04 રૂપિયા અને ડીઝલ 98.42 રૂપિયા પ્રતિ લીટર છે
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 115.85 અને ડીઝલ રૂ. 106.62 પ્રતિ લીટર
  • ચેન્નાઈ પેટ્રોલ રૂ. 106.66 અને ડીઝલ રૂ. 102.59 પ્રતિ લીટર
  • કોલકાતા પેટ્રોલ રૂ. 110.49 અને ડીઝલ રૂ. 101.56 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 106.88 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 106.33 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે જ્યાં પેટ્રોલ 122.70 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 113.21 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 106.65 106.10
Rajkot 106.39 105.87
Surat 106.49 105.97
Vadodara 106.27 105.73

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે. છૂટક ઇંધણના ભાવ નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. એ શહેરોની સંખ્યા સતત વધી રહી છે જ્યાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરથી વધુ કિંમતે વેચાય છે.

આ પણ વાંચો :  ધનતેરસે સોનું ખરીદવું લાભદાયક નીવડશે કે નહિ? જાણો સોનાના રોકાણકારો માટે નિષ્ણાંતોની શું છે સલાહ

આ પણ વાંચો : IRCTC Q2 RESULTS : સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીએ 386% નફો નોંધાવ્યો, પરિણામ બાદ શેર ઉછળ્યો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">