કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સી.જે. ચાવડાના કેસરિયા, પાટીલે ખેસ પહેરાવી કર્યું સ્વાગત
પૂર્વ ધારાસભ્ય સીજે ચાવડા સહિત અનેક કોંગ્રેસી આગેવાનો ભાજપમાં જોડાયા છે. વિજાપુર સીઆર પાટીલ પહોંચ્યા હતા. જ્યાં સીજે ચાવડાને ભાજપનો ખેસ અને ટોપી પહેરાવીને ભાજપમાં જોડવામાં આવ્યા હતા. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ વિજાપુરમાં ઉપસ્થિત રહીને ડો ચાવડા અને અન્ય અગ્રણીઓ ભાજપમાં જોડાયા હતા.
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સીજે ચાવડા વિધીવત રીતે હવે ભાજપમાં જોડાયા છે. ડો સીજે ચાવડા કોંગ્રેસમાં 25 વર્ષ જોડાયેલા હતા, હવે તેઓએ ગત મહિને કોંગ્રેસ સાથે છેડો ફાડીને વિજાપુર ધારાસભ્યના પદથી રાજીનામું ધર્યુ હતુ. ત્યાર બાદ હવે સીઆર પાટીલના હસ્તે કેસરીયો ખેસ અને કેસરી ટોપી પહેરીને ભાજપમાં જોડાયા હતા.
આ પણ વાંચો: અંબાજી ગબ્બર પરિક્રમા મહોત્સવનો આજથી પ્રારંભ, પાંચ દિવસ ભક્તોની ભીડ ઉમટશે
સીજે ચાવડા સાથે મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. સીઆર પાટીલ સહિત ભાજપના વિસનગરના ધારાસભ્ય અને આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ, પૂર્વ ગૃહ રાજ્યપ્રધાન રજની પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ ધારાસભ્ય રમણ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. જેઓ સીજે ચાવડા સામે ગત ચૂંટણીમાં હાર્યા હતા. સીજે ચાવડા લોકસભાની ગત સામાન્ય ચૂંટણીમાં ગાંધીનગર બેઠક પર અમિત શાહ સામે હાર્યા હતા.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

જમ્મુ કાશ્મીર હુમલા બાદ ભારતે 'એક્શન મોડ' એક્ટિવેટ કર્યો

નાની ઉંમરે કેમ આવી રહ્યા છે હાર્ટ એટેક ? જાણો એક્સપર્ટે શું કહ્યું

બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા કેસમાં ખંભાતના આરોપીને ફટકારાઈ ફાંસી

મહુધામાં યુવક-યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો, આરોપીની ધરપકડ
