પોરબંદરમાં જળબંબાકારની સ્થિતિ, પ્રચંડ પ્રવાહ વચ્ચે દિલધડક રેસ્ક્યૂ, જુઓ-Video

|

Jul 19, 2024 | 12:47 PM

પોરબંદરમાં ભારે વરસાદના કારણે સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે. ત્યારે બીજી તરફ ફસાયેલા લોકોને પણ બચાવવા રેસ્ક્યુ ઓપરેશન ચલાવામાં આવી રહ્યું છે.

પોરબંદરમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળ બંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ઉદ્યોગ નગર, વાળી વિસ્તાર ફેક્ટરીમાં લોકો ફસાતા તેમને રેસ્ક્યુ ઓપરેશન દ્વારા બચાવવામાં આવી રહ્યા છે. પોરબંદરમાં રોકડીયા હનુમાન સામે મફતીયા પરામાં પણ કેટલાક લોકો ફસાયા હતા. મળતી માહિતી મુજબ પોરબંદરના ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. લોકોના ઘરોના પહેલાં માળ સુધી પાણી પહોંચી ગયા છે.

પોરબંદરમાં રેસ્ક્યુ ઓપરેશન

પોરબંદરમાં ભારે વરસાદના કારણે સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે. ત્યારે બીજી તરફ ફસાયેલા લોકોને પણ બચાવવા રેસ્ક્યુ ઓપરેશન ચલાવામાં આવી રહ્યું છે. જેમાં 13 લોકોનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડાયા છે. ત્યારે આ દિલધડક રેસ્ક્યુ ઑપરેશનના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે.

પોરબંદર 14 ઈંચ વરસાદ

શિમલા આઈસ ફેક્ટરી પાસે વયોવૃદ્ધ અપંગ દંપતી પણ પાણીના કારણે ફસાયું હતુ. આ સાથે ધોધમાર વરસાદ અને વરસાદનો પ્રવાહ વચ્ચે રીક્ષાની અંદર બેઠેલું દંપતી પણ પ્રચંડ વેગમાં તણાવા લાગ્યું હતુ જેમનો પણ રેસ્ક્યુ ટીમ દ્વારા બચાવ કરવામાં આવ્યો છે. જેના વીડિયો સામે આવી રહ્યા છે.

ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે
માઈગ્રેન મટાડવા માટે શું ખાવું?

તમને જણાવી દઈએ કે પોરબંદર 14 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે. જેમાં રાણાવાવમાં 9 ઈંચ, કુતિયાણામાં 6 ઈંચ વરસાદ પડ્યો છે. ભારવાડાના વાડી વિસ્તારમાંથી 7 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.

 

Next Article