Breaking News: Vadodaraના રાવપુરા સ્થિત બેંક ઓફ ઇન્ડિયામાં લાગી આગ, કોમ્પ્યુટર અને ફાઇલોને નુકશાન થયું હોવાનું અનુમાન, જુઓ Video
બેંકના બ્રાન્ચ મેનેજર અને ઝોનલ મેનેજરનું કહેવું છે કે, જે ક્રેડિટ વિભાગમાં આગ લાગી છે, તેમાં ફક્ત અમુક ફાઇલો, કમ્પ્યુટર અને ફર્નીચર હતા. જે બળી ગયા હોવાનું અનુમાન છે. મહત્વનું છે કે, ફાયર વિભાગની કામગીરી બાદ જ સામે આવશે કે બેંક ઓફ ઇન્ડિયામાં કેટલું અને શું નુકસાન થયું છે. સદનસીબે ઘટનામાં કોઇ જાનહાનિ થઈ નથી.
Vadodara : વડોદરાના રાવપુરામાં આવેલી બેંક ઓફ ઇન્ડિયાની (Bank Of India) મુખ્ય શાખામાં આગ લાગી. બેંકની મુખ્ય શાખાના પહેલા માળે આવેલા ક્રેડિટ વિભાગમાં અચાનક આગ લાગી જતા અફરાતફરી મચી હતી. બેંકના પહેલા માળેથી ધુમાડાના ગોટેગોટા નીકળ્યા હતા. તો ફાયર વિભાગને જાણ થતા તરત જ ઘટનાસ્થળે પહોંચી અને આગ ઓલવવાની કામગીરી શરૂ કરી હતી.
બેંકના બ્રાન્ચ મેનેજર અને ઝોનલ મેનેજરનું કહેવું છે કે, જે ક્રેડિટ વિભાગમાં આગ લાગી છે, તેમાં ફક્ત અમુક ફાઇલો, કમ્પ્યુટર અને ફર્નીચર હતા. જે બળી ગયા હોવાનું અનુમાન છે. મહત્વનું છે કે, ફાયર વિભાગની કામગીરી બાદ જ સામે આવશે કે બેંક ઓફ ઇન્ડિયામાં કેટલું અને શું નુકસાન થયું છે. સદનસીબે ઘટનામાં કોઇ જાનહાનિ થઈ નથી. જો કે, આગ કેવી રીતે લાગી તેનું કારણ અકબંધ છે.
વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
