Rain Breaking Video : વડોદરાના વ્યાસ બેટ પર ફસાયેલા લોકોને બચાવવા આર્મી દ્વારા હાથ ધરાયુ રેસ્ક્યુ ઓપરેશન

Rain Breaking Video : વડોદરાના વ્યાસ બેટ પર ફસાયેલા લોકોને બચાવવા આર્મી દ્વારા હાથ ધરાયુ રેસ્ક્યુ ઓપરેશન

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2023 | 8:32 AM

વડોદરાના કરજણ તાલુકામાં નર્મદાનદીમાં આવેલા વ્યાસ બેટ પર ભારે વરસાદના પગલે 10 થી વધારે ફસાયા છે. જેમને બચાવવા માટે આર્મી દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે. વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ફસાયેલા લોકોને સલામત કાઢવા માટે પણ પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. વ્યાસ બેટના મહારાજ હર્ષદ તપોધન અને તેઓના પરિવારના સદસ્યો સહિત 10 લોકોને સલામત સ્થળે બહાર નીકળી જવા સ્થાનિક તંત્ર દ્વારા વારંવાર અપીલ કરાઈ હતી.

Gujarat Rain : વડોદરાના કરજણ તાલુકામાં નર્મદાનદીમાં આવેલા વ્યાસ બેટ પર ભારે વરસાદના પગલે 10 થી વધારે ફસાયા છે. જેમને બચાવવા માટે આર્મી દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે. વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ફસાયેલા લોકોને સલામત કાઢવા માટે પણ પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. વ્યાસ બેટના મહારાજ હર્ષદ તપોધન અને તેઓના પરિવારના સદસ્યો સહિત 10 લોકોને સલામત સ્થળે બહાર નીકળી જવા સ્થાનિક તંત્ર દ્વારા વારંવાર અપીલ કરાઈ હતી.

આ પણ વાંચો : Vadodara : ચાણોદ ગામમાં પૂર જેવી સ્થિતિ, દુકાન-મકાનોમાં ભરાયા નદીના પાણી, જુઓ Photos

પરંતુ આ અપીલને ગંભીરતાથી ન લેવાઈ. તો પરમ દિવસે રાત્રીના સમયે નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ વધવા લાગતા સ્થાનિક તંત્ર અને પોલીસની ટિમ ફસાયેલા લોકોને કાઢવા માટે પહોંચી હતી. પરંતુ નદીના પાણીના જોખમી પ્રવાહને કારણે તંત્ર ની ટિમને પણ જોખમ ઉભું થયું હતુ. આખરે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એરફોર્સની મદદ માગવામાં આવી હતી.પરંતુ હવામાન સાનુકૂળ નહીં હોવાથી એરફોર્સ નું હેલિકોપ્ટર પહોંચી શક્યુ ન હતુ. જેના પગલે કોસ્ટગાર્ડ ની મદદ માગવામાં આવી હતી.

કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર દમણ થી વડોદરા આવવા રવાના થયું હતુ. પરંતુ એર સ્પેસમાં સાનુકૂળ વાતાવરણ નહીં હોવાથી પરત ગયું અને સુરતમાં હવામાન સાનુકૂળ થાય તેની રાહ જોતું રહ્યું હતુ. માટે આખરે આખરે આર્મીની મદદ લેવામાં આવી છે. આર્મીની ટુકડી સાંજે 6 વાગ્યાના અરસામાં પહોંચી હોવાથી અંધકર છવાઈ જતા રેસ્ક્યુ ઓપરેશન શક્ય બન્યું ન હતુ. જેના પગલે અત્યારે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.

 

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Sep 18, 2023 08:23 AM
g clip-path="url(#clip0_868_265)">