Ahmedabad : અમદાવાદ-મહેસાણા હાઈવે પર ST વોલ્વો બસમાં લાગી ભીષણ આગ, જુઓ Video
અમદાવાદ - મહેસાણા હાઈવે પર એક બસમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો સમગ્ર ઘટનાની વાત કરીએ તો કલોકના કસ્તુરીનગર પાસે STની વોલ્વો બસમાં અચાનક આગ લાગતા બસચાલક બસ મુકીને ફરાર થઈ ગયો હતો.
રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે અમદાવાદ-મહેસાણા હાઈવે પર એક બસમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો સમગ્ર ઘટનાની વાત કરીએ તો કલોકના કસ્તુરીનગર પાસે STની વોલ્વો બસમાં અચાનક આગ લાગતા બસચાલક બસ મુકીને ફરાર થઈ ગયો હતો.
વોલ્વો બસમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ !
જો કે સ્થાનિક દ્વારા બસમાં આગ લાગ્યાની જાણકારી ફાયર વિભાગને આપવામાં આવી હતી. જેના પગલે ફાયર વિભાગના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. ફાયર જવાનોની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે.
વાયરીંગ શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાન !
મળતી માહિતી અનુસાર અમદાવાદ-મહેસાણા હાઈવે પર વોલ્વો બસમાં વાયરીંગ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન કરવામાં આવી રહ્યું છે. આ વોલ્વો બસ ધાનેરાથી અમદાવાદ જતી હતી ત્યારે આ ઘટના બની હતી. પરંતુ સદનસીબે ડ્રાઈવર કે મુસાફરોને કોઈ જાનહાની કે ઈજા થઈ નથી.
( વીથ ઈનપુટ – રવિન્દ્ર ભદોરિયા , હિમાંશુ પટેલ, ગાંધીનગર )