Panchmahal : ગોધરા-વડોદરા હાઇવે પર પ્લાસ્ટિક સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, જુઓ Video
ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવી છે. ત્યારે પંચમહાલની એક કંપની આગ લાગવાની ઘટના બની છે. ગોધરા-વડોદરા હાઈવે પર પ્લાસ્ટિક સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે.
ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવી છે. ત્યારે પંચમહાલની એક કંપની આગ લાગવાની ઘટના બની છે. ગોધરા-વડોદરા હાઈવે પર પ્લાસ્ટિક સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. ચિખોદરા ગામના સ્ક્રેપના ગોડાઉમાં ભીષણ આગ લાગી છે.
કંપનીમાં લાગેલી આગને કારણે ગોડાઉનમાંથી ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યો હતો. જેના પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે ગોધરા અને હાલોલની ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે આગ બુઝવવાની કામગીરી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર પ્લાપ્લાસ્ટિક સ્ક્રેપના ગોડાઉન હોવાથી મોટું નુકસાન થયું છે. પરંતુ સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જો કે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.
ઉલ્લેખનીય છે કે પ્લાસ્ટિકની કંપનીમાં આગ લાગતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ગોધરા-વડોદરા હાઇવે પર પ્લાસ્ટિક સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. જોકે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી.
