ભિલોડામાં ખાનગી હોસ્પિટલમાં આગની ઘટના સર્જાઈ, શોટસર્કિટનું અનુમાન, જુઓ વીડિયો
ભિલોડામાં એક ખાનગી હોસ્પિટલમાં અચાનક જ આગ લાગવાની ઘટના સર્જાઈ હતી. ભિલોડાની દૃષ્ટી હોસ્પિટલમાં આગની ઘટના સર્જાઈ હતી. જોકે સદનસીબે હોસ્પિટલ બંધ હોવાને લઈ કોઈ જાનહાની થવા પામી નહોતી. જેને લઈ મોટી રાહત થઈ હતી. આગને લઈ સ્થાનિકો આસપાસમાંથી દોડી આવ્યા હતા અને આગને કાબૂમાં લેવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો.
અરવલ્લી જિલ્લાના ભિલોડામાં એક ખાનગી હોસ્પિટલમાં અચાનક જ આગ લાગવાની ઘટના સર્જાઈ હતી. ભિલોડાની દૃષ્ટી હોસ્પિટલમાં આગની ઘટના સર્જાઈ હતી. જોકે સદનસીબે હોસ્પિટલ બંધ હોવાને લઈ કોઈ જાનહાની થવા પામી નહોતી. જેને લઈ મોટી રાહત થઈ હતી. આગને લઈ સ્થાનિકો આસપાસમાંથી દોડી આવ્યા હતા અને આગને કાબૂમાં લેવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ માટે ફાયર બ્રિગેડની મદદ પણ લેવામાં આવી હતી.
જોકે હોસ્પિટલના સંચાલકના સૂત્રો મુજબ હોસ્પિટલમાં અન્ય ખાસ કોઈ ચીજો નહીં હોવાને લઈ વિશેષ પણ કોઈ નુક્સાન નહીં થયું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં શોટસર્કિટને લઈ આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે હવે ઘટના અંગે આગ લાગવાનું સ્પષ્ટ કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: સાબરડેરીએ પશુપાલકો માટે આપ્યા ખુશખબર, 258 કરોડ ભાવફેર રકમ ચૂકવણી કરાશે, જાણો
Published on: Jul 10, 2024 05:29 PM
Latest Videos