વરસાદ બાદ સુરતમાં સફેદ માખીનો આંતક ! ખેડૂતોના મોટાભાગના પાકને કર્યા નષ્ટ, જુઓ-Video
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે ઘણુ નુકસાન થયુ છે ત્યારે હવે વરસાદ બાદ સફેદ માખીનો ઉપદ્રવ વધતા પાકનો પાકને ભારે નુકસાન પહોચાડી રહી છે. ત્યારે 15 હજાર એકર શેરડીના પાકને સફેદ માખીએ ખરાબ કરી દીધો છે.
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ બાદ તારાજી સર્જાઈ છે. ભારે વરસાદ ઘણો પાક નષ્ટ પામ્યો છે ત્યારે હવે વરસાદ બાદ દક્ષિણ ગુજરાતમાં સફેદ માખીના ઉપદ્રવના કારણે ખેડૂતોના પાકમાં ભારે નુકસાન થયું છે. ખેડૂતોના મોટાભાગના પાક નષ્ટ થઈ જતા હવે સુરતના ખેડૂત આગેવાને સરકાર પાસે કરી સહાયની માગ કરવી પડી છે.
દક્ષિણ ગુજરાત સફેદ માખીઓ પાકને કર્યું નુકસાન
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે ઘણુ નુકસાન થયુ છે ત્યારે હવે વરસાદ બાદ સફેદ માખીનો ઉપદ્રવ વધતા પાકનો પાકને ભારે નુકસાન પહોચાડી રહી છે. ત્યારે 15 હજાર એકર શેરડીના પાકને સફેદ માખીનો ખરાબ કરી દીધો છે. સુરત, તાપી સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લામાં માખીઓનો ઉપદ્રવ પાકને નુકસાન પહોંચાળી રહ્યો છે. આ સાથે 3 લાખ એકરમાં શેરડીના ઉભા પાકમાં વ્યાપક નુકસાન થયું છે.
ખેડૂતોએ સરકાર પાસે મદદ માંગી
વરસાદી જીવાત દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોના પાકને નુકસાન પહોંચાળી રહી છે. ત્યારે આ પરેશાનીના કારણે ખેડૂતોને નુકસાન થતા હાલત કફોડી બની છે. મળતી માહિતી મુજબ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં શેરડીના મોટાભાગના પાકને નુકસાન થયું છે. એક તરફ કુદરતી આફત અને બીજી તરફ જીવાતે ખેડૂતોના પાકને નુકસાન પહોચાડ્યુ છે. ત્યારે હવે ખેડૂતોએ સરકાર પાસે તેને લઈને મદદ માગી છે.