Anand: મહિસાગરના પૂરમાં શાકભાજીના ખેતરોમાં વ્યાપક નુક્શાન, ખેતીમાં સહાયને લઈ ખેડૂતોની માંગ, જુઓ Video
આણંદ જિલ્લામાં મહિસાગર નદીના પાણી ખેતર વિસ્તારમાં ફરી વળવાને લઈ પાકમાં મોટા પ્રમાણમાં નુક્શાનની ભીતી વર્તાઈ છે. મહિસાગર નદીના પૂરના પાણી સ્થાનિક ખેતરોમાં ફરી વળ્યા હતા. બીજી તરફ વરસાદ પણ વધારે હોવાને લઈ શાકભાજીના પાકમાં મોટુ નુક્શાન થવાની ભીતી છે.
જગતનો તાત ફરી લાચાર બન્યો છે. પહેલા વરસાદ ખેંચાવાને લઈ ચિંતા ધરતીપુત્રોને ચિંતા સતાવી રહી હતી, હવે પૂરના પાણી ફરી વળવાને લઈ ખેડૂતોની ચિંતા વધી ચુકી છે. આણંદ જિલ્લામાં મહિસાગર નદીના પાણી ખેતર વિસ્તારમાં ફરી વળવાને લઈ પાકમાં મોટા પ્રમાણમાં નુક્શાનની ભીતી વર્તાઈ છે. મહિસાગર નદીના પૂરના પાણી સ્થાનિક ખેતરોમાં ફરી વળ્યા હતા. બીજી તરફ વરસાદ પણ વધારે હોવાને લઈ શાકભાજીના પાકમાં મોટુ નુક્શાન થવાની ભીતી છે.
આ પણ વાંચોઃ Sunsar Falls: સુનસર ધોધના નયનરમ્ય નજારાને માણવા સહેલાણીઓ ઉમટ્યા, વરસાદી માહોલમાં સુંદર દ્રશ્યો સર્જાયા, જુઓ Video
એકાએક જ પાણી પૂરના આવી પહોંચતા ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા. આંકલવ વિસ્તારના સ્થાનિક ખેડૂતો હવે પાકમાં નુક્શાનને લઈ હવે ખેતી પાકમાં વળતર મળે એવી માંગ કરી છે. ટીંડોળા અને કારેલા જેવા પાકમાં મોટા નુક્શાનનુ સંકટ તોળાયુ છે. આમ હવે ખેડૂતોએ હવે સરકાર તરફ આશા લગાવી છે.