Rajkot : ધોરાજી પંથકમાં વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતા વધી, તુવેર અને મરચાના પાકને નુકસાનની ભીતિ, જુઓ Video
રાજકોટ જિલ્લામાં ધોરાજી પંથકમાં વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. રાજ્યમાં સારો વરસાદ થવાને લીધે ખેડૂતોનો પાક સારો થવાની આશા બંધાઈ હતી. પરંતુ અસ્થિર વાતાવરણને કારણે જગતનો તાતને ભારે નુકસાની ભોગવાનો વારો આવે તેવી સ્થિતિ સર્જાઈ છે.
રાજકોટ જિલ્લામાં ધોરાજી પંથકમાં વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. રાજ્યમાં સારો વરસાદ થવાને લીધે ખેડૂતોનો પાક સારો થવાની આશા બંધાઈ હતી. પરંતુ અસ્થિર વાતાવરણને કારણે જગતનો તાતને ભારે નુકસાની ભોગવાનો વારો આવે તેવી સ્થિતિ સર્જાઈ છે. ધુમ્મસને કારણે તુવેરના પાકમાં ઈયળનો રોગ આવ્યો છે. તો બીજી તરફ ભારે પવન ફૂંકાવાને કારણે મરચીનો ઉભો પાક ખરી પડે છે.ત્યારે સારા ભાવ મળવાની આશાએ ખેડૂતોએ તુવેર અને મરચીના પાકનું વાવેતર કર્યું છે. પરંતુ ધોરાજીના ખેડૂતો પર જાણે કુદરત રુઠી હોય તેમ લાગી રહ્યું છે.
ભારે પવન ફૂંકાવાને કારણે મરચીનો પાક ખરી પડ્યો
ખેડૂતોનું કહેવું છે કે એક તરફ પાકનાં પૂરતા ભાવ મળતા નથી. તો બીજી તરફ વિપરીત વાતાવરણે કારણે ખેડૂતોની ચિંતા વધારી છે. પાકને બચાવવા ખેડૂતોએ મોંઘી દવાઓ છાંટી છે. જેના કારણે ખેડૂતોનો ઉત્પાદન ખર્ચ 10થી 15 હજાર પ્રતિ વિઘાએ પહોંચી ચૂક્યો છે. પરંતુ ઓછી ગુણવત્તા અને ઓછા ઉત્પાદનને કારણે ખેડૂતોને ઉત્પાદન ખર્ચ જેટલી પણ આવક ન મળે તેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવનો વારો આવ્યો છે.
