મહેનત પર ફરી વળ્યુ ‘માવઠુ’, પાટણમાં પાકમાં નુકશાન થતા ખેડૂતોનુ દર્દ છલકાયુ, જુઓ VIDEO

TV9 GUJARATI

|

Updated on: Mar 19, 2023 | 12:09 PM

પાક લણણીના ટાણે પાકને નુકશાન થતા ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. બધા પાકને સરેરાશ 60 થી 70 ટકા નુકસાનીનો ખેડૂતોનો દાવો છે.

પાટણમાં ભારે વરસાદને કારણે ખેડૂતોને પારવાર નુકશાન થયુ છે. લણણીના ટાણે પાકને નુકશાન થતા ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. બધા પાકને સરેરાશ 60 થી 70 ટકા નુકસાનીનો ખેડૂતોનો દાવો છે. તો સાથે જ પાકને પારાવાર નુકશાન થતા સરકાર પાસે રાહતની માગ કરી છે. ખેડૂતોનુ કહેવુ છે કે મંડળીઓમાં ધીરાણ ભરવાનો સમય આવ્યો અને નુકસાની પણ આવી.પાક વીમાનું પ્રીમિયમ ભરીએ છીએ પરંતુ નુકસાનીમાં યોગ્ય વળતર ન આપતા હોવાનો ખેડૂતોએ દાવો કર્યો છે.

બધા પાકને સરેરાશ 60 થી 70 ટકા નુકસાનીનો ખેડૂતોનો દાવો

તો આ તરફ ભારે વરસાદના કારણે અરવલ્લીના મોડાસા તાલુકામાં અલગ-અલગ વિસ્તારોમાં બાગાયતી પાક નષ્ટ થઈ ગયો છે. મોડાસાના મણિયાર, કોકાપુર,મોરા ,ડઘાલિયા, વરથુ અને નહેર કંપા સહિતના વિસ્તારોમાં માવઠુ પડતા ખેડૂતોએ રોવાનો વારો આવ્યો છે. મણિયાર પંથકમાં અંદાજિત 100 વીઘામાં ખેડૂતોએ તરબુચનુ વાવેતર કર્યું હતુ, જે રીતે તરબુચનુ ઉત્પાદન થઈ રહ્યુ હતુ તેમાં ખેડૂતોને આશા હતી કે આ વર્ષ તરબૂચના સારા ભાવ મળશે.

જો કે ખેડૂતોના તરબુચ માર્કટ સુધી પહોંચે તે પહેલા જ પવના સાથે વરસેલા વરસાદ અને કરાના કારણે તરબુચ ફાટી ગયા છે. આટલુ મોટુ નુકસાન થતા હવે ખેડૂતો સરકાર પાસે વળતરની માગ કરી રહ્યા છે.

હજુ પણ ખેડૂતો પર માવઠાનુ સંકટ

ગુજરાતમાં હજુ બે દિવસ સુધી કમોસમી વરસાદનો માહોલ જોવા મળશે. 21 માર્ચના ફરી એક વેસ્ટન ડિસ્ટર્બન સક્રિય થશે. 21 થી 22 માર્ચે ફરી વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે એ પહેલા આજે ગાંધીનગર અને અમદાવાદમાં સામાન્ય વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati