અમદાવાદ વીડિયો : અમદાવાદ શહેરમાં છવાયો વર્લ્ડકપ ફીવર, સ્ટેડિયમ પહોંચવા ક્રિકેટ રસિકોએ કરી મેટ્રોની પસંદગી
અમદાવાદ શહેરમાં અત્યારે વર્લ્ડકપનો ફિવર જોવા મળે છે. દેશ - દુનિયામાંથી લોકોની ભારે ભીડ મેચ જોવા માટે અમદાવાદ પહોંચી છે. ત્યારે અનેક લોકો પ્બલિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરી સ્ટેડિયમમાં પહોંચે છે. તેમજ ભારે ભીડના પગલે તંત્ર દ્વારા મેટ્રો સરળતાથી મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. મેચને લઈને ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે.
અમદાવાદ શહેરમાં અત્યારે વર્લ્ડકપનો ફિવર જોવા મળી રહ્યો છે. દેશ – દુનિયામાંથી લોકોની ભારે ભીડ મેચ જોવા માટે અમદાવાદ પહોંચી છે. ત્યારે અનેક લોકો પ્બલિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરી સ્ટેડિયમમાં પહોંચી રહ્યા છે. તેમજ ભારે ભીડના પગલે તંત્ર દ્વારા મેટ્રો સરળતાથી મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. મેચને લઈને ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સ્ટેડિયમ પહોંચવા ક્રિકેટ રસિકોએ મેટ્રોને પસંદ કરી રહ્યાં છે. ત્યારે મેટ્રોમાં જવાથી ટ્રાફિક અને પાર્કિંગની ઝંઝટમાંથી મુક્તિ મળે તે માટે મેટ્રો તેમ અન્ય પરિવહનનો ઉપયોગ કરી રહ્યાં છે.
તો મેચનો ઉત્સાહ એટલો છે કે સંખ્યાબંધ લોકો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર ટિકિટ માટે વલખાં મારી રહ્યા છે. મુંબઈથી આવેલું એક યુગલ ગત રાતથી જ સ્ટેડિયમ બહાર ટિકિટ માટે પોસ્ટર લઈને ઉભું છે. જો કોઈ મેચ જોવા ન જવાનું હોય અને તેઓ પોતાની ટિકિટ તેમને વેચી દે તેવી આ કપલ આશા રાખી રહ્યું છે. જોકે હજુ સુધી તેમને ટિકિટ મળી નથી. મેચ જોવાનો ખૂબ જ ઉત્સાહ છે.પણ ટિકિટ ન મળ્યું ભારે દુઃખ પણ છે.