અમદાવાદમાં છવાયો વર્લ્ડકપ ફીવર, સ્ટેડિયમ પહોંચવા ચાહકો કરી રહ્યા છે મેટ્રોની પસંદગી, જુઓ વીડિયો
ભારત અને ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ મેચને લઇને પહેલેથી જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બૂકિંગ હાઉસ ફુલ છે. ત્યારે લોકો સ્ટેડિયમ પહોંચવા મેટ્રોની પસંદગી કરી રહ્યા છે. મેટ્રોમાં જવાથી ટ્રાફિક અને પાર્કિંગની ઝંઝટમાંથી લોકોને મુક્તિ મળે છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે વર્લ્ડ કપ ફીવર જોવા મળી રહ્યો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ખરાખરીનો જંગ છે. મેચને લઈને ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ રસિકો પહોંચી રહ્યા છે. ત્યારે સ્ટેડિયમ પહોંચવા ક્રિકેટ રસિકો મેટ્રોની પસંદગી કરી રહ્યા છે.
આ પણ વાંચો- અમદાવાદ : ભારત વિશ્વકપ જીતે તે પ્રાર્થના સાથે કરાયો વિજય યજ્ઞ, ખોખરા-હાટકેશ્વર ઓવરબ્રિજ પાસે હવન, જુઓ વીડિયો
ભારત અને ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ મેચને લઇને પહેલેથી જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બૂકિંગ હાઉસ ફુલ છે. ત્યારે લોકો સ્ટેડિયમ પહોંચવા મેટ્રોની પસંદગી કરી રહ્યા છે. મેટ્રોમાં જવાથી ટ્રાફિક અને પાર્કિંગની ઝંઝટમાંથી લોકોને મુક્તિ મળે છે. ત્યારે સ્ટેડિયમ પહોંચવા સરળ અને સસ્તું માધ્યમ મેટ્રો હોવાથી લોકો તેની પસંદગી કરી રહ્યા છે.