અમદાવાદ : ભારત વિશ્વકપ જીતે તે પ્રાર્થના સાથે કરાયો વિજય યજ્ઞ, ખોખરા-હાટકેશ્વર ઓવરબ્રિજ પાસે હવન, જુઓ વીડિયો

અમદાવાદના ખોખરા-હાટકેશ્વર ઓવરબ્રિજ પાસે આ માટે યજ્ઞ યોજવામાં આવ્યો.ખોખરા-હાટકેશ્વવર ઓવરબ્રિજ પાસે અંબાજી મંદિરના પ્રાંગણમાં સવારે હવનનું આયોજન કરાયુ. અમદાવાદના ખોખરામાં યોજાયેલા યજ્ઞમાં ભૂદેવો સાથે ક્રિકેટ રસિકોએ પણ યજ્ઞમાં આહુતિ આપી હતી. સાથે જ 'ભારત જીતેગા'ના નારા પણ લગાવ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 19, 2023 | 11:59 AM

અમદાવાદ : ભારત વિશ્વકપ જીતે તે માટે દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. ભારત વિશ્વકપ વિજેતા બને તે માટે શહેરમાં વિજય યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું. અમદાવાદના ખોખરા-હાટકેશ્વર ઓવરબ્રિજ પાસે આ માટે યજ્ઞ યોજવામાં આવ્યો.ખોખરા-હાટકેશ્વવર ઓવરબ્રિજ પાસે અંબાજી મંદિરના પ્રાંગણમાં સવારે હવનનું આયોજન કરાયુ.

આ પણ વાંચો- ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે વર્લ્ડકપનો મહાજંગ, મેચ જોવા જામશે સેલિબ્રિટીનો જમાવડો, સ્ટેડિયમ પોલીસ છાવણીમાં ફેરવાયુ

અમદાવાદના ખોખરામાં યોજાયેલા યજ્ઞમાં ભૂદેવો સાથે ક્રિકેટ રસિકોએ પણ યજ્ઞમાં આહુતિ આપી હતી. સાથે જ ‘ભારત જીતેગા’ના નારા પણ લગાવ્યા હતા. લોકોએ ભારતની ટીમ જ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">