BTP માં પારિવારિક વિખવાદ ચરમસીમાએ ! છોટુ વસાવાના નાના પુત્ર દિલીપ વસાવાએ આપ્યુ રાજીનામું

TV9 GUJARATI

|

Updated on: Nov 13, 2022 | 9:48 AM

BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાએ છોટુ વસાવાની અવગણના કર્યાનો આક્ષેપ કર્યો છે. દિલીપ વસાવા BTP અને BTTS માં ગુજરાતના મહા સચિવ હતા.

ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022 :   BTP માં ઉકળતા ચરૂ જેવી સ્થિતિ સર્જાઈ છે. છોટુ વસાવાના નાના પુત્ર દિલીપ વસાવાએ BTPના તમામ હોદ્દાઓ પરથી સ્વૈચ્છિક રાજીનામું આપી દીધું છે. મોટા ભાઈ મહેશ વસાવાએ પિતા છોટુ વસાવાની બ્રાન્ડ બેઠક ઝઘડીયાથી પોતે સત્તાની રુએ ઉમેદવારી કરતા પારિવારિક વિખવાદ બહાર આવ્યો છે. દિલીપ વસાવાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ મુકી છે. જેમાં BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાએ છોટુ વસાવાની અવગણના કર્યાનો આક્ષેપ કર્યો છે. દિલીપ વસાવા BTP અને BTTS માં ગુજરાતના મહા સચિવ હતા. છોટુ વસાવાના નાના પુત્ર દિલીપ વસાવા તથા ભાણીયા રાજુ વસાવાએ BTP માંથી રાજીનામુ આપી છોટુભાઈને ખુલ્લો ટેકો જાહેર કર્યો છે.

ગુજરાત ઈલેક્શન 2022 :  છોટુ વસાવાની ટિકિટ કપાયા બાદ ચાલી રહ્યો છે વિવાદ

આપને જણાવી દઈએ કે, ઝઘડીયા વિધાનસભા ચૂંટણી ઉપરથી વર્ષ 1990 થી સતત 3 દાયકા કરતા વધુ સમયથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવી રહેલા છોટુભાઈ વસાવાની તેમના જ પુત્ર મહેશભાઈ વસાવાએ ટિકિટ કાપી છે. ઝઘડીયા બેઠક ઉપર સતત 7 ટર્મ બાદ ઉમેદવાર બદલાઈ રહ્યા છે.

આ બેઠક ઉપર વિધાનસભા ચૂંટણી 1990 થી સતત છોટુ વસાવા ઉમેરવારી કરતાં આવ્યા છે, છતાં છોટુ વસાવાની ટિકિટ કપાઈ છે. આગામી ચૂંટણીમાં ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ઝગડીયા બેઠકના ઉમેદવાર BTP સુપ્રીમો મહેશ વસાવા રહેશે. બે દિવસ અગાઉ છોટુ વસાવા આ બેઠક ઉપર ચૂંટણી લડવાની જાહેરાત કરી ચુક્યા હતા. જે બાદ તેમની ટિકિટ કપાઈ થઈ ત્યારથી જ વસાવા પરિવારમાં મતભેદ હોવાનું સામે આવ્યુ હતુ.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati