Banaskantha: આ બનાવટી ઘી બગાડશે તમારી તબિયત! નકલી ઘીનું ઉત્પાદન કરતી ફેક્ટરી ઝડપાઈ, નકલી ઘીનો મોટો જથ્થો કરાયો જપ્ત

Banaskantha: આ બનાવટી ઘી બગાડશે તમારી તબિયત! નકલી ઘીનું ઉત્પાદન કરતી ફેક્ટરી ઝડપાઈ, નકલી ઘીનો મોટો જથ્થો કરાયો જપ્ત

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 02, 2022 | 6:27 PM

બનાસકાંઠાના ડીસામાં ફરી એક વખત નકલી ઘીનું ઉત્પાદન કરતી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. ડીસાના GIDC વિસ્તારમાં હાસ્ય ફૂડ પ્રોડ્કટ્સ નામની ફેક્ટરીમાં બનાવટી ઘી બનતું હોવાની બાતમી મળતા આરોગ્ય વિભાગની ટીમ ત્રાટકી હતી.

Banaskantha: બનાસકાંઠાના ડીસામાં ફરી એક વખત નકલી ઘીનું ઉત્પાદન કરતી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. ડીસાના GIDC વિસ્તારમાં હાસ્ય ફૂડ પ્રોડ્કટ્સ નામની ફેક્ટરીમાં બનાવટી ઘી બનતું હોવાની બાતમી મળતા આરોગ્ય વિભાગની ટીમ ત્રાટકી હતી. ફેક્ટરીમાં હાસ્ય બ્રાન્ડથી ગાયનું શુદ્ધ અને દેશી ઘી બનાવામાં આવતું હતું. પરંતુ ચકાસણી દરમ્યાન આ ઘીમાં શંકાસ્પદ તેલ, પ્રિઝર્વેટિવ તેમજ કેમિકલનું મિશ્રણ કરવામાં આવતું હોવાનો ઘટસ્ફોટ થયો હતો. શુદ્ધ ઘીના નામે કંપની દ્વારા લોકોને અશુદ્ધ અને ભેળસેળયુક્ત ઘી વેચી તેમના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરવામાં આવતા હતા. આરોગ્ય વિભાગે ફેક્ટરમાંથી 16 કિલો ઘીનો જથ્થો તેમજ પેકેજીંગ મટિરીયલનો 16 હજારની કિંમતનો જથ્થો સીઝ કર્યો છે. તેમજ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્તો કરી તેના સેમ્પલ ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

સામૂહિક આપઘાત કેસમાં મોટો ઘટસ્ફોટ

કહેવાય છે કે છોરુ કછોરુ થાય પણ માવતર કમાવતર ન થાય તેના બદલે માવતરને લજવે તેવો અને અરેરાટી ઉપજાવે તેવો કિસ્સો બનાસકાંઠાના થરાદમાં સામે આવ્યો છે. પાંચ બાળકોની માતાએ કહેવાતા પ્રેમમાં આંધળા બનીને પોતાના જ સંતાનોને મોતને હવાલે કરી દીધા હતા, અને આ ઘટનામાં માતા અને પ્રેમીનો મૃતદેહ પણ મળી આવ્યો હતો.

બનાસકાંઠા થરાદમાં સામૂહિક આપઘાત કેસમાં મોટો ખુલાસો થયો છે. પાંચ સંતાનની માતાએ પ્રેમી સાથે મળી ત્રણ બાળકોની હત્યા કરી છે. મૃતક બાળકોના પિતાએ પત્ની અને પ્રેમી સામે ફરિયાદ નોંધાવી છે. મળતી માહિતી પ્રમાણે થરાદના દેથળી ગામની પરિણીતાએ પ્રેમી સાથે મળી ત્રણ બાળકોને કેનાલમાં ફેંકી હત્યા કરી હતી. સવારે કેનાલમાં બે બાળકોનાં મૃતદેહ મળી આવ્યા હતા. જ્યારે સાંજે 10 વર્ષની બાળકીની લાશ મળી આવી હતી. પોલીસને (Police) ઘટનાસ્થળેથી આરોપીઓના મોબાઈલ મળી આવ્યા હતા અને મહિલાના પતિએ પ્રાથમિક તબક્કે પ્રેમી તેમજ પત્ની સામે ફરિયાદ દાખલ કરી હતી. જોકે મહિલા અને તેના પ્રેમીનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિગતો સ્પષ્ટ થઈ ગઈ છે કે મહિલાએ આડ઼ા સંબંધોમાં રહીને પરિવારનો ભોગ લીધો હતો.

g clip-path="url(#clip0_868_265)">