છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ સુરેન્દ્રનગર ધમરોળ્યુ ! મુળીમાં 8.5 ઈંચ નોંધાયો વરસાદ, જુઓ-Video
સુરેન્દ્ર નગરમાં હજુ પણ વરસાદની આગાહી છે ત્યારે છેલ્લા 24 કલાકમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગના કારણે અનેક વિસ્તારોમાં પાણી જ પાણીની સ્થિતિ છે. છેલ્લા 24 કલાકમાં જ જીલ્લાના મુળી ગામમાં 8.5 ઇચ વરસાદ , ચોટીલામાં 8 ઇચ વરસાદ નોંધાયો
સુરેન્દ્રનગર જીલ્લામાં આકાશ માંથી આફત વરસી રહી છે છેલ્લા 24 કલાકમાં વરસાદે સમગ્ર જીલ્લાને બેટમાં ફેરવી દીધુ છે. ઠેર ઠેર પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. સમગ્ર ગુજરાતમાં આફતનો વરસાદ વરસી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગરમાં તો મેઘરાજા એ તાંડવ મચાવી દૂધુ છે. છેલ્લા 24 કલાકમાં જ અનરાધાર વરસીને સમગ્ર જીલ્લાને પાણીમાં તરબોળ કરી દીધુ છે.
સુરેન્દ્રનગર ભારે વરસાદ
સુરેન્દ્ર નગરમાં હજુ પણ વરસાદની આગાહી છે ત્યારે છેલ્લા 24 કલાકમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગના કારણે અનેક વિસ્તારોમાં પાણી જ પાણીની સ્થિતિ છે. છેલ્લા 24 કલાકમાં જ મુળી ગામમાં 8.5 ઇચ વરસાદ , ચોટીલામાં 8 ઇંચ વરસાદ , થાનગઢ 4.5 ઇંચ વરસાદ, સાયલા 4 ઇંચ વરસાદ, ધ્રાગધ્રામાં 4 ઇંચ વરસાદ, ચુડામાં 3 ઇચ વરસાદ, પાટડીમાં પણ 3 ઇચ વરસાદ, લીંબડી 1.5 ઇચ વરસાદ, તો લખતરમાં 5 ઇચ વરસાદ ખાબક્યો છે.
લોકોના ઘરો દુકાનોમાં ભરાયા વરસાદી પાણી
સુરેન્દ્રનગર જીલ્લામાં મેઘરાજા ભારે તાંડવ મચાવી રહ્યા છે, ભારે વરસાદના કારણે લોકોના ઘરો, દુકાનો, ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. અહીં ભારે વરસાદ થતા જન જીવન ખોરવાયું છે. લોકોને વરસાદમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.