ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈ ભક્તો, મંદિરમાં ખાસ હોમ હવનનું આયોજન- Video
હાલ પવિત્ર ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે, ત્યારે પાવાગઢમાં દર્શન માટે માઈભક્તોનું જાણે ઘોડાપૂર જોવા મળી રહ્યુ છે. ખાસ કરીને ચૈત્રી આઠમ હોવાથી પાવાગઢમાં મોટા સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટ્યા હતા. મંદિર પ્રશાસન દ્વારા પણ ભાવિકો માટે ખાસ આયોજન કરવામાં આવ્યા હતા.
પવિત્ર ચૈત્ર મહિનામાં મા આદ્યશક્તિની ઉપાસનાના નવ દિવસ. એટલે કે ચૈત્રી નવરાત્રિ અને આ દિવસોમાં પાવાગઢમાં બિરાજમાન જગતજનની મા મહાકાળીના દર્શનનો વિશેષ મહિમા રહેલો છે. જેને લઇ પાવાગઢ ખાતે જોવા મળી છે ભક્તોની ભારે ભીડ. ગુજરાત સહિત અન્ય રાજ્યના શ્રદ્ધાળુઓ વહેલી સવારથી જ પાવાગઢ ખાતે મા મહાકાળીના દર્શન માટે ઉમટી પડ્યા છે.
અહીં, ભક્તો માના ચોકમાં ગરબા પણ રમ્યા. મહત્વનું છે, ચૈત્રી નવરાત્રિની આઠમ હોવાથી. મંદિરમાં ખાસ હવન પણ કરાવામાં આવ્યું. ભક્તોને અગવડતા ન પડે તે માટે શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ અને તંત્ર દ્વારા તકેદારી પણ રખાઇ છે. ચૈત્રી નવરાત્રિ શરૂ થતા પહેલા જ 9થી 23 એપ્રિલ સુધીનો દર્શનનો સમય પણ સવારે 5થી સાંજે 8 વાગ્યા સુધીનો નક્કી કરાયો હતો. કારણ કે, આ દિવસોમાં ભક્તોનો ધસારો વધુ રહે છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો