કોલકાતા રેપકાંડના પડઘા સમગ્ર ગુજરાતમાં, રાજકોટ સિવિલ હોસ્પિટલના રેસિડન્ટસ હડતાળ પર ઉતર્યા, રઝળ્યા દર્દીઓ- Video
કોલકાતાની આરજીકર હોસ્પિટલમાં ટ્રેઈની ડૉક્ટર સાથે થયેલા દુષ્કર્મ અને તે બાદ તેની હત્યા કરી નાખવામાં આવી હતી, આ ઘટનાના સમગ્ર દેશમાં પડઘા પડ્યા છે અને સમગ્ર દેશના રેસિડન્ટ તબીબો ન્યાય અને સુરક્ષાની માગ કરી રહ્યા છે. આજ માગ સાથે આજે સમગ્ર રાજ્યની સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ તબીબો ઓપીડી બંધ રાખી હડતાળ પર ઉતર્યા છે.
કોલકાતાની આરજીકર સરકારી હોસ્પિટલમાં મહિલા ટ્રેઈની ડૉક્ટર સાથે જઘન્ય કૃત્ય કરવામાં આવ્યુ. પોલીસ વોલિન્ટીયર તરીકે ફરજ બજાવતા એક શખ્સે મહિલા ટ્રેઈની ડૉક્ટર પર અમાનવીય રીતે બળાત્કાર ગુજાર્યો અને ત્યારબાદ તેની ગળુ દબાવી અને માર મારી હત્યા કરી નાખી. આ ઘટનાથી સમગ્ર દેશ હચમચી ગયો છે અને તબીબી આલમમાં રોષનું મોજુ ફરી વળ્યુ છે.
આ ઘટના બાદ સમગ્ર દેશના રેસિડેન્ટ્સ મૃતક મહિલા તબીબ માટે ન્યાયની માગ કરી રહ્યા છે અને સરકાર રેસિડેન્ટ્સ ડૉક્ટરની સુરક્ષા સુનિશ્ચિત કરે તેવી માગ સાથે હડતાળ પર ઉતર્યા છે. આજે રાજકોટ સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડૉક્ટર્સ પણ હડતાળ પર ઉતર્યા અને ઓપીડીથી અળગા રહ્યા હતા.
રાજકોટ સિવિલમાં ડૉક્ટર્સની હડતાળને પગલે ઓપીડી સેવા બંધ રહેતા દર્દીઓની લાંબી કતરો લાગી હતી. જો કે વૈકલ્પિક વ્યવસ્થા માટે સિનિયર તબીબોને જવાબદારી સોંપાઈ હતી. દરેક વોર્ડમાં સિનિયર તબીબો, રેસિડન્ટ તબીબો સહિત 4 થી 5 તબીબો હોય છે જેની સામે માત્ર એક જ તબીબ હોવાથી દર્દીઓને હાલાકી સર્જાઈ હતી. મોટાભાગના દર્દીઓ રઝળી પડ્યા હતા. ઓર્થોપેડિક, મેડિસીન, લેબોરેટરી સહિતના વિભાગોમાં દર્દીઓની લાંબી કતારો લાગી હતી અને અવ્યવસ્થા સર્જાઈ હતી. દર્દીઓને ભારે રાહ જોવાનો વારો આવ્યો હતો.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
