યાત્રાધામ દ્વારકામાં પાલિકાના પાપે કકરાસ કુંડનું પાણી દૂષિત, ભક્તોના સવાલ શું આવા પાણીમાં ભગવાનને સ્નાન કરાવાશે ?

Dwarka : આ પવિત્ર કકરાસ કુંડ અને જળની જાળવણી યોગ્ય સમયે ન થતા સ્થાનિકો અને યાત્રીકો દુઃખ વ્યક્ત કરી રહ્યાં છે.

TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Aug 08, 2022 | 7:55 AM

યાત્રાધામ દ્વારકામાં (Dwarka)  નગરપાલિકાની સાફસફાઈના અભાવે કકરાસ કુંડનું (kakras kund) પાણી દૂષિત બન્યું છે. ઇસ્કોન ગેટ પાસે આવેલા પવિત્ર કકરાસ કુંડનું પાણી દૂષિત થતાં ભક્તોની (Devotee) લાગણી દુભાઇ છે.આજે ભગવાન દ્વારકાધીશની (lord Dwarkadhish)  બાલસ્વરૂપ ઉત્સવ મૂર્તિને આ જ દૂષિત કુંડમાં સ્નાન કરાવાશે.વર્ષોની પરંપરા મુજબ જલ ઝીલણી એકાદશીનો ઉત્સવ હોવાથી ભગવાનને આવા ગંદા પાણીમાં સ્નાન કરાવાશે.પરંતુ આ પવિત્ર કુંડ અને જળની જાળવણી યોગ્ય સમયે ન થતા સ્થાનિકો અને યાત્રીકો દુઃખ વ્યક્ત કરી રહ્યાં છે.

ગંદા પાણીથી લોકોને રોગથી મુક્તિ મળશે કે નવા રોગ થશે ?

મહત્વનું છે કે આ પવિત્ર કુંડનું શિવ પુરાણમાં પણ મહત્વ દર્શાવવામાં આવ્યું છે.શિવ પુરાણ પ્રમાણે આ કુંડના જળમાં સ્નાન કરવાથી ચામડીના રોગોથી મુક્તિ મળે છે, ત્યારે સવાલ એ છે કે આ ગંદા પાણીથી લોકોને રોગથી મુક્તિ મળશે કે નવા રોગ થશે.મહત્વનું છે કે,શ્રાવણ મહિનાને ઉત્સવનો મહિનો કહેવામાં આવે છે. આ સમયે ખાસ કરીને દ્વારકામાં ચારે તરફ આનંદ અને ભક્તિનો માહોલ જોવા મળે છે. એમાં પણ હવે જન્માષ્ટમીનો તહેવાર નજીક આવતો હોવાથી ભક્તોનો વઘુ ઘસારો જોવા મળે છે.

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ દ્વારિકાધીશના શરણોમાં શીશ ઝૂકાવ્યુ

6 ઓગસ્ટના રોજ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ દેવભૂમિ દ્વારકા  જિલ્લામાં આવેલા દ્વારિકાધીશના દર્શન કર્યા હતા. સાથે જ તેમણે પવિત્ર શ્રાવણ માસમાં નાગેશ્વર જ્યોર્તિલિંગના (Nageshwar) શરણોમાં શીશ ઝુકાવ્યુ. ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડૂ (M. Vankaiya Naidu) જગત મંદિર આવવાના હોવાથી સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati