AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દેવભૂમિ દ્વારકા: ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ કરશે દ્વારિકાધીશ અને નાગેશ્વર મહાદેવના દર્શન, સુરક્ષા કાફલો તૈનાત કરાયો

દ્વારકા એસ.પી. (SP) નિતેશ પાંડેય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઉપરાષ્ટ્રપતિના આગમનને લઇને અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 6 ડીવાયએસપી,12 પીઆઈ, 45 પીએસઆઈ તથા 1100 જેટલા પોલીસ જવાન, હોમગાર્ડઝ, એસઆરડી તથા અન્ય સુરક્ષા જવાનો તૈનાત રહેશે.

દેવભૂમિ દ્વારકા: ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ કરશે દ્વારિકાધીશ અને નાગેશ્વર મહાદેવના દર્શન, સુરક્ષા કાફલો તૈનાત કરાયો
Vice President Venkaiah Naidu to visit Dwarikadhish and Nageswara Mahadev, security convoy deployed
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2022 | 6:35 PM
Share

આવતીકાલે તારીખ 6 ઓગસ્ટના રોજ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ દેવભૂમિ દ્વારકા (Devbhoomi Dwarka) જિલ્લામાં આવેલા દ્વારિકાધીશના દર્શન કરશે. સાથે જ તેઓ પવિત્ર શ્રાવણ માસમાં નાગેશ્વર જ્યોર્તિલિંગમાં (Nageshwar) દર્શન કરશે. ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડૂ (M. Vankaiya Naidu) જગત મંદિર આવવાના હોવાથી સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ઉપરાષ્ટ્રપતિના આગમનને લઇને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. પોલીસ દ્વારા પણ જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.

1100 પોલીસ જવાનો રહેશે ખડેપગે

દ્વારકા એસ.પી. (SP) નિતેશ પાંડેય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઉપરાષ્ટ્રપતિના આગમનને લઇને અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 6 ડીવાયએસપી, 12 પીઆઈ, 45 પીએસઆઈ તથા 1100 જેટલા પોલીસ જવાન, હોમગાર્ડઝ, એસઆરડી તથા અન્ય સુરક્ષા જવાનો તૈનાત રહેશે. સુરક્ષા બાબતે આજથી જ રિહર્સલ કરવામાં આવી રહી છે તથા દ્વારકાની અંદર પ્રવેશવાના માર્ગો પર ચેક પોસ્ટ ઉપર બહારથી દ્વારકા આવતા તમામ લોકોને પણ ચેક કરવામાં આવી રહ્યા છે.

ઉપરાષ્ટ્રપતિના આગમનના અનુસંધાને પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેકટર એમ.એ. પંડ્યાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ આગામી શનિવારે જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ નાગેશ્વર જ્યોતિર્લિંગ અને જગત મંદિર ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કરશે. જેના સુચારૂ આયોજન અંગે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજા, જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય, અધિક નિવાસી કલેકટર કે.એમ. જાની, ડી.આર.ડી.એ. નિયામક ભાવેશ ખેર, દ્વારકાના તથા ખંભાળિયાના પ્રાંત અધિકારી પાર્થ કોટડીયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">