સુરત: કતારગામમાં રેલી દરમિયાન આપના ગોપાલ ઈટાલિયાની લપસી જીભ, આપ્યુ આ વિવાદી નિવેદન
Gujarat Election 2022- સુરતના કતારગામમાં રેલી દરમિયાન આપના ગોપાલ ઈટાલિયાએ વિવાદીત નિવેદન આપ્યુ છે. ગોપાલ ઈટાલિયાએ જણાવ્યુ કે ચૂંટણી આવે આતંકવાદીઓ પણ આવી જાય છે. આ આતંકવાદીઓને શું ભાડે લાવતા હશે તેવુ પણ ગોપાલ ઈટાલિયા કહેતા જોવા મળ્યા હતા.
આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ વધુ એક વિવાદી નિવેદન આપ્યુ છે. ગોપાલ ઈટાલિયાએ કતારગામમાં આ વિવાદી નિવેદન આપતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ગોપાલ ઈટાલિયાએ ભાજપના ધારાસભ્યોની સરખામણી આતંકવાદીઓ સાથે કરી છે. ભાજપના ધારાસભ્યોને ગોપાલ ઈટાલિયાએ આતંકવાદીઓ સાથે સરખાવ્યા છે. કતારગામમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ગોપાલ ઈટાલિયાએ આ નિવેદન આપ્યુ કે ચૂંટણી આવે એટલે આતંકવાદીઓ આવી જાય છે. એ આ આતંકવાદીઓને કેવી રીતે ખબર પડે છે કે ચૂંટણી આવી. મને એમ થાય કે છે કે આતંકવાદીઓની વાત કરે છે કે ભાજપના ધારાસભ્યોની.
ગોપાલ ઈટાલિયાએ કતારગામમાં તેમની ચૂંટણી રેલી દરમિયાન આ પ્રકારની વાત કરી હતી- તેમણે કહ્યું “દર ચૂંટણી આવે એટલે વોટ્સએપમાં અંદર ગરમી પકડી જાય છે. બોર્ડર પર આવી ગયા છે. એ જાણે બિસ્ત્રા પોટલા લઈને તૈયાર જ બેઠા હોય છે. ચૂંટણી આવેને તરત આવે. દર ચૂંટણીએ આવે આતંકવાદીઓ. આપણને એમ થાય કે આને ભાડે લાવતા હશે. ટીવીમાં આવે આઈબીનો રિપોર્ટ- ચાર આતંકવાદીઓ આવી ગયા હોય. ઘણીવાર એવુ લાગે કે આ ભાજપના ધારાસભ્યોની વાત કરે છે કે ખરેખર આતંકવાદીઓના વાત કરે છે.”
ગોપાલ ઈટાલિયા આ અગાઉ પણ અનેક વિવાદી નિવેદન આપી ચુક્યા છે. નોટબંધી પર વિષયે બોલતા તેમણે પીએમના માતા હિરાબા વિશે પણ વિવાદી નિવેદન આપ્યુ હતુ.
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
