પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા મેડિકલના વિદ્યાર્થીઓના પરિજનોને દુબઈના ડૉક્ટરે કરી ₹1- ₹1 કરોડની સહાય- Video
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃતકોના પરિવારોને દુબઈ સ્થિત ડોક્ટર શમશેરસિંહે એક-એક કરોડ રૂપિયાની સહાય કરી છે. મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓના પરિવારોને આ સહાય આપવામાં આવી છે. અન્ય મૃતકોના પરિજનોને 25 લાખ અને ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને 3.5 લાખની સહાય કરવામાં આવી છે.
અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતકોના પરિવારને અનેક સંસ્થાઓએ મદદનો હાથ લંબાવ્યો. દુબઈ સ્થિત ભારતીય ડૉક્ટર શમશેરસિંહે મેડિકલ કોલેજના મૃતક વિદ્યાર્થીઓના પરિવારને એક એક કરોડની સહાય કરી. સાથે હોસ્ટેલમાં મૃત્યુ પામનાર અને વિદ્યાર્થીઓના પરિવાર તથા અન્ય મૃતકોના પરિવારને પણ 25-25 લાખની સહાય કરવામાં આવી.
દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીઓને 3.5 લાખની સહાય કરવામાં આવી. આ ઉપરાંત રાજ્ય સરકારની સ્કીમ હેઠળ પણ મૃતકોના પરિવારને સહાય મળશે. તો એર ઇન્ડિયા દ્વારા જાહેર કરાયેલી સહાયનું પહેલું 25 લાખનું ઇન્સ્ટોલમેન્ટ પણ રિલીઝ કરવામાં આવ્યું છે.
બીજે મેડિકલ કોલેજના ડીન ડૉક્ટર મીનાક્ષી પરીખના જણાવ્યા અનુસાર દરેક મૃતક મેડિકલ વિદ્યાર્થીના પરિજનોને ચેક દ્વારા એમણે એક કરોડ આપી દીધા છે. ડાયરેક્ટ તે મૃતક વિદ્યાર્થીના નેક્ષ્ટ ઓફ કિન્ના નામનો ચેક.
એજ રીતે વિદ્યાર્થીઓના રિલેટિવ્સ જે આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે તેમને સંબંધી દીઠ 25-25 લાખ અને જે વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા અને એક સપ્તાહ કરતા વધુ દિવસો સુધી એડમિટ હતા તે તમામ વિદ્યાર્થીઓને 3.5 લાખની સહાય કરી છે.