રાજકોટમાં ગત વર્ષે યોજાયેલા જન્માષ્ટમીના મેળાના મુખ્ય કોન્ટ્રાક્ટર વિરેન્દ્રસિંહ સામે નોંધાઈ છેતરપિંડીની ફરિયાદ- Video
રાજકોટમાં ગત વર્ષે યોજાયેલા જન્માષ્ટમી મેળામાં છેતરપિંડીનો ગુનો નોંધાયો છે. ભારે વરસાદના કારણે મેળો રદ થયા બાદ, મુખ્ય કોન્ટ્રાક્ટર વિરેન્દ્રસિંહ ગોહિલે ડિપોઝીટ પેટે લીધેલા 22.44 લાખ રૂપિયા પેટા કોન્ટ્રાક્ટર પૃથ્વીરાજ પંચાલને પરત કર્યા નથી.જે મામલે પૃથ્વીરાજે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
રાજકોટમાં જન્માષ્ટમીના મેળામાં છેતરપિંડી મામલે નોંધાયો છે ગુનો। ગત વર્ષે જન્માષ્ટમીના મેળા દરમિયાન ભારે વરસાદ પડ્યો હતો જેના પગલે મેળો કેન્સલ કરવાની ફરજ પડી હતી. જો કે આ સમયે મુખ્ય કોન્ટ્રાક્ટર વિરેન્દ્રસિંહ ગોહિલને માણાવદરના પેટા કોન્ટ્રાક્ટર પૃથ્વીરાજ પંચાલે ડિપોઝીટ પેસે 22.44 લાખ રૂપિયા આપેલા હતા. જોકે મેળો કેન્સલ થયા બાદ પેટા કોન્ટ્રાક્ટર પૃથ્વીરાજને ડિપોઝિટના રૂપિયા પરત ન મળ્યા. ડિપોઝિટના નાણા પરત લેવા માટે પૃથ્વીરાજે કોન્ટ્રાક્ટર વિરેન્દ્રસિંહ પાસે માંગણી કરી હતી પણ રૂપિયા પરત ન મળતા આખરે પેટા કોન્ટ્રાક્ટરે પ્રદ્યુમન નગર પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો હતો.
ફરિયાદીના જણાવ્યા અનુસાર ગત વર્ષે ભારે વરસાદને કારણે મેળો રદ થયો. જેના કારણે ફરિયાદીએ જેમને ડિપોઝીટ પેટે લાખો રૂપિયા આપેલા હતા. આ ડીપોઝીટ પેટે તેમણે કોઈ જ પુરાવા પણ ફરિયાદીને આપ્યા ન હતા. પહેલા કોન્ટ્રાક્ટર વિરેન્દ્રસિંહ ગોહિલે એલોટમેન્ટ લેટર આપવાની વાત કરી હતી પરંતુ પછી કોઈ જ ડોક્યુમેન્ટ્સ આપ્યા નહીં. જેના કારણે કલેક્ટર કચેરીમાંથી મેળા ધારકોને જે રિફંડ આપવામાં આવ્યુ તે પણ કોન્ટ્રાક્ટર વિરેન્દ્રસિંહ ગોહિલની પાસે જમા થયુ. એ પછી વિરેન્દ્રસિંહે 11 લાખનો ચેક આપ્યો હતો જ્યારે બાકી રહેતા 11.5 લાખ રોકડ આપવાનું કહ્યુ હતુ પરંતુ એ તો ન આપ્યા અને જે ચેક આપ્યો હતો તે પણ બાઉન્સ થતા ફરિયાદી પૃથ્વીરાજે ફરિયાદ નોંધાવી છે.