Junagadh Video : સિવિલ હોસ્પિટલમાં દર્દીના પરિવારે કર્યો ડોકટર પર હુમલો, 2 ડોક્ટર અને 1 નર્સિંગ સ્ટાફને થઈ ઈજા
જૂનાગઢમાં સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટર્સ પર હુમલો થયો હોવાની ઘટના બની છે. દર્દીના સગાઓ દ્વારા મોડી રાત્રે ડોકટર પર હુમલો કર્યો છે. સારવારમાં બેદરકારીના આક્ષેપ સાથે દર્દીના પરિવારએ ડોકટર પર હુમલો કર્યો છે. હુમલામાં 2 ડૉક્ટર અને 1 નર્સિંગ સ્ટાફને ઈજા થઈ છે.

સારવાર માટે લવાયેલા દર્દીનું મોત થતાં પરિવાર રોષે ભરાયો હતો. માહિતી મળતા જ પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો છે. સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. હુમલાની ઘટના બાદ સિવિલના ડૉક્ટર્સ હડતાળ પર ઉતર્યા છે.
જૂનાગઢ GMERSમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ હડતાળ કરવામાં આવી છે. ભૂતકાળમાં પણ અનેકવાર આવા બનાવ બન્યાના હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસ સુરક્ષા સઘન કરે તેવી ડૉક્ટર્સની માગ કરવામાં આવી છે. હોસ્પિટલની અંદર જ પોલીસ ચોકી બનાવવાની પણ માગ કરવામાં આવી છે.