રાજકોટમાં દિવાળી અને રજત મહોત્સવનો સંયોગ, 50 ટન જેટલો અન્નકૂટ ભગવાનને ધરાવાયો
રાજકોટમાં દિવાળી અને રજત મહોત્સવનો સંયોગ છે. ત્યારે BAPS સ્વામિનારાયણ મંદિરના 25 વર્ષ પૂરા થયા છે. મંદિરના 25 વર્ષ ને લઈ મહા મહોત્સવનું આયોજન કરાયું છે. સ્વામિનારાયણ મંદિરમાં રજત મહોત્સવ યોજાયો. આ મહા અન્નકૂટમાં 3 હજાર જેટલી વિવિધ વાનગી બનાવાઇ. 50 ટન જેટલો અન્નકૂટ ભગવાનને ધરાવાયો
રાજકોટમાં દિવાળી અને BAPS સ્વામિનારાયણ મંદિરના 25 વર્ષ પૂર્ણ થતા વિશેષ કાર્યક્રમ યોજાયો. સ્વામીનારાયણ મંદિરના 25 વર્ષ પૂર્ણ થતાં રજત મહોત્સવ યોજાયો હતો. રજત મહોત્સવને લઈ BAPS મંદિર તરફથી મહા અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : દિવાળીના તહેવારોમાં શું રાખશો ધ્યાન? મીઠાઇ અને ફરસાણની ખરીદીને લઈ ડોક્ટરોનું મંતવ્ય, જુઓ વીડિયો
મહા અન્નકૂટમાં 3 હજાર જેટલી વિવિધ વાનગી ભગવાનને ધરવામાં આવી. 50 ટન જેટલો અન્નકૂટ ભગવાનને ધરાવવામાં આવ્યો. અન્નકૂટના દર્શન માટે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી, કેબિનેટ પ્રધાન ભાનુ બાબરીયા સહિતના મહાનુભાવો હાજર રહ્યાં હતા. આ પ્રસંગે હાજર રહેલા વિજય રૂપાણીએ કહ્યું કે અન્નકૂટ ભગવાનને અર્પણ કરવો એ આપણી સનાતની અને હિન્દુ પરંપરાનો એક ભાગ છે.
Latest Videos
Latest News